વહેલી સવારે મંદિરે ધ્વજારોહણ કરાયું, ભંડારા પ્રસાદ, ભેરાણાં સાહેબ, ભગત સહિત વિવિધ આયોજન
આજે સમૂહ જનોઈ, મુંડન સહિતના કાર્યક્રમમાં ભક્તો ઉમટી પડશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ, તા.12
વેરાવળના હુડકો સોસાયટી સ્થિત સિંધી સમાજના ઇષ્ટદેવ ઝુલેલાલ સાઈના શિષ્ય કબૂલ ભગત સાહેબના મંદિરે બે દિવસીય મેળાનો પ્રારંભ થયો હતો.વહેલી સવારે મંદિરે ધ્વજારોહણ કરી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ સમૂહ પ્રસાદ, ભેરણા અને રાત્રે છમાછમ ટોલી દ્વારા ભગત સહિતના કાર્યક્રમો યોજાયા હતા.આજે પણ સમૂહ જનોઈ, મુંડન જેવા ધાર્મિક કાર્યક્રમો ઉજવાશે.આ મેળાને માણવા દેશ ભરમાંથી સિંધી સમાજના લોકો ઉમટી પડે છે.
આ અંગે વધુ વિગતો આપતા ભાઈસાહેબ સુરેશ ભગતએ જણાવ્યું હતું કે અમે આ મંદિરે ત્રીજી પેઢીથી સેવા કરીએ છીએ.સિંઘ પ્રાંતથી અમારા વડીલો જે જ્યોત લઈને આવ્યા હતા.તે જ્યોત પણ આ મંદિરે હજુ અખંડ સ્વરૂપે છે.બે દિવસ અહી વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે જેને માણવા સમગ્ર ભારત માંથી લોકો ઉમટી પડે છે.શેઠ ટીલુમલ ફોટોમલ રામચંદાણી ટ્રસ્ટના ટ્રસ્ટી વીનુભાઈ રામચંદાણીએ જણાવ્યું હતું કે સિંધી સમાજનાં લોકોની અહી ખૂબ જ આસ્થા હોવાથી પુત્ર પ્રાપ્તિ, લગ્ન, કોઈ બીમારીઓ માટે કે અન્ય માનતાઓ લોકો માને છે અને તે પૂર્ણ થાય છે.બંન્ને દિવસ રાત્રે ભગતનું આયોજન કરવામાં આવે છે અને બીજા દિવસે વહેલી સવારે 5 વાગ્યે પલ્લવ થી સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ થાય છે અને આરતી પણ કરવામાં આવે છે.
- Advertisement -
વેરાવળમાં સિંધી સમાજના ઇષ્ટદેવના શિષ્ય કબૂલ ભગત સાહેબનું એકમાત્ર મંદિર
વેરાવળની હુડકો સોસાયટી ખાતે સિંધી સમાજનાં ઇષ્ટદેવ ઝુલેલાલ ભગવાનના શિષ્ય કબુલ ભગત સાહેબનું એકમાત્ર મંદિર આવેલું છે. જેની જ્યોત પાકિસ્તાનનાં સિંધ પ્રાંતમાંથી સિંધી સમુદાયનાં લોકો લઈ આવ્યા હતા. આ જ્યોત લગભગ 63 વર્ષથી અખંડ સ્વરૂપે છે.આ મંદિરે સિંધી સમાજના લોકો પુત્રપ્રાપ્તિ, લગ્ન ઉપરાંત ઘણી માનતાઓ માને છે અને માનતા પૂર્ણ થતાં શીશ ઝુકાવવા આવે છે. તેથી અહીં લોકોની જે આસ્થા છે તે આંકી શકાય નહિ. આ મંદિરે સિંધી સમાજના લોકો તેમના પર્વ એટલે કે ચેટીચાંદ જે ચૈત્ર માસની બીજના દિવસે આવે છે તેના બીજા દિવસે બે દિવસિય ઉત્સવ મનાવે છે.