ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેર નજીક નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં આગળ જતા ટ્રકના ચાલકે બ્રેક મારતા પાછળ આવતો ટ્રક પાછળ ઘુસી ગયો હતો જે અકસ્માતમાં ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર ફસાઈ જતા મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યા હતા.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર નજીક હાઈવે પર ગઈકાલે સાંજના સુમારે અકસ્માત સર્જાયો હતો જેમાં ચોખા ભરીને વાંકાનેરથી મોરબી તરફ એક ટ્રક આવતો હતો જેની પાછળ અન્ય ટ્રક આવતો હતો ત્યારે અચાનક આગળના ટ્રકે બ્રેક મારી હતી અને પાછળના ટ્રકચાલકથી બ્રેક નહીં લાગતા ટ્રકની પાછળ બીજો ટ્રક ઘુસી ગયો હતો જેથી પાછળ આવતા ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર ફસાઈ ગયા હતા જેને ભારે જહેમત ઉઠાવી બહાર કાઢવામાં આવ્યા હતા અને બાદમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને પગલે હાઈવે પર લોકોના ટોળા જામ્યા હતા તો ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાઈ હતી જેથી પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.