ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં છેલ્લા ઘણા સમયથી પાણી પાઇપ લાઈન સાથે ભૂગર્ભ ગટર સહીત કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે લાઈનો નાખવા ખાડા ખોદી નાખે છે પણ ખાડા પર જે રીતે બુરીને સુવ્યવસ્થિત આયોજનના અભાવે અનેક વાહનો ખોદેલા ખાડામાં ફસાઈ છે તેની સાથે અનેક વાહન ચાલકો પટકાઈ પણ છે.ત્યારે સ્થાનિક લોકો મનપાની આ નિષ્ફ્ળ કામગીરીથી રોષ વ્યક્ત કરે છે.
શહેરમાં અનેક જગ્યા પર હાલ લાઈનો નાખવાની કામગીરી ચાલી રહી છે જેમાં લાઈનો નાખવા રસ્તા તોડવામાં તો આવે છે પણ તે રસ્તા પરના જે ખાડા પડી ગયા છે તેનું લેવલીંગ બરાબર કરવામાં આવતું નથી જેના કારણે વાહનો ફસાઈ છે જેમાં વધુ એક ટ્રક ઝાંઝરડા રોડ પર આવેલ એસઓજી ઓફિસ સામેના રોડ પર એક ખાડામાં ફસાઈ ગયું હતું જેમાં ગઈકાલ વરસાદ પડ્યો હતો જેના લીધે ખાડામાં માટી ભીની થઇ જતા ટ્રક ખુંપી ગયો હતો આવા તો અનેક જગ્યાએ વાહનો ફસાવાના બનાવો જોવા મળ્યા છે એવા સમયે શહેરીજનો આવા ખાડાના લીધે મુશ્કેલીનો સામનો કરે છે.