જૂનાગઢને હરિયાળુ બનાવવા શહેરીજનોને મેયર ગીતાબેનની અપીલ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા વૃક્ષારોપણ અને વોટર હાર્વેસ્ટિંગને લઇ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં જૂનાગઢ મનપાનાં મેયર ગીતાબને પરમારે જૂનાગઢને હરિયાળુ બનાવવા શહેરીજનોને અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ અને વોટર હાર્વેસ્ટિંગ અંગે લોકોને માહિતગાર કરવામાં
આવ્યાં હતાં.
આ કાર્યક્રમનાં પ્રારંભમાં મહાનુભવોએ વૃક્ષનું પુજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ડે.મેયર ગીરીશભાઇ કોટેચા, કમિશ્ર્નર રાજેશભાઇ તન્ના, હરેશભાઇ પરસાણા, પુનિતભાઇ શર્મા, મહેન્દ્રભાઇ મશરૂ સહિતનાં હાજર રહ્યાં હતાં.
જૂનાગઢમાં વૃક્ષારોપણ અને વોટર હાર્વેસ્ટિંગનો વર્કશોપ યોજાયો
