ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ સીટી પીઆઇ એસ.એમ.ઇશરાણીનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ વેરાવળ સીટી પોલીસ દ્વારા ટ્રાફીક નિયમન કામગીરી દરમ્યાન એમ.વી.એકટ કલમ-207ની જોગવાઇ હેઠળ ડીટેઇન કરેલ વાહનોનો નિકાલ કરવાનો હોય છે. અને વેરાવળ સીટી પોલીસ દ્વારા એમ.વી.એકટ કલમ-207ની જોગવાઇ હેઠળ ડીટેઇન કરેલ અલગ અલગ મોડેલના કુલ-169 વાહનો જેમાં મોટર સાયકલો-157 તથા ઓટો રિક્ષા-10 તથા ટાટા મેજીક-2 જેની ડીપોઝિટ તા.25/01/2023 થી તા.29/01/2023 સુધી વેપારી મિત્રો પાસે ભરાવવામાં આવેલ હતી અને ઉપરોકત હરાજી તા.30ના વેરાવળ એમ.ટી. ગ્રાઉન્ડ ખાતે જાહેર કરવામાં આવેલ હતી અને આ હરાજીમાં આશરે 300 જેટલા વેપારી મિત્રોએ ભાગ લીધેલ હતો અને એ.આર.ટી.ઓ ગીર સોમનાથનાઓ દ્રારા આ વાહનોની બેઝ કિંમત રૂા.5,52,700/- જેટલી નક્કી કરવામાં આવેલ હતી. અને આ કુલ-169 વાહનો હરાજી દરમ્યાન આશરે કિંમત રૂા.7,72,000માં વેચાણ
થયેલ છે.