ગુજરાત સ્ટેટ કબલ ચેમ્પિયનશિપ ફૂટબોલ ટૂર્નામેન્ટનો પ્રારંભ
YCC કલબના મીડિયા પાર્ટનર ખાસ – ખબરના પ્લેટ ફોર્મ પર મેચનું લાઈવ પ્રસારણ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોશિએશન દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ કલબ ચેમ્પીયનશીપ ફૂટબોલ ટૂર્નામેન્ટનો તા. 5 માર્ચના રોજ પ્રારંભ થઈ ચૂક્યો છે. જે અન્વયે તા. 6 માર્ચના રોજ યંગ ચેલેન્જર્સ કલબ YCC રાજકોટ અને શાર્પ શૂટર, અમદાવાદ વચ્ચે સાંજે 4 વાગ્યે RMC ફૂટબોલ ગ્રાઉન્ડ રેસકોર્ષ રાજકોટ ખાતે ફૂટબોલ મેચ યોજાયો હતો. YCC રાજકોટનો આ પ્રથમ મેચ હતો.
પ્રથમ મેચમાં જ YCC રાજકોટનો 1 – 0 થી રોમાંચક વિજય થયો હતો. YCC વતી મહેશ સોનીએ ફર્સ્ટ હાફમાં 39 મિનિટે વિજયી ગોલ માર્યો હતો. YCC કબલના મીડિયા પાર્ટનર ખાસ ખબર સાંધ્ય દૈનિકે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આ મેચનું લાઈવ પ્રસારણ કર્યું હતું. YCCની તમામ મેચનું ડિટેઈલ કવરેજ કરવામાં આવશે.
YCC કલબે ફૂટબોલ પ્રેમીઓએ હવે પછીની દરેક મેચની અપટેડ મેળવવા માટે ખાસ ખબર સાંનિધ્ય દૈનિક જોડાઈ રહેવા કહ્યું છે. આ મેચમાં YCCના પ્રેસીડન્ટ જીવણસિંહ બારડ, વાઈસ પ્રેસીડન્ટ નંદકિશોર ત્રિવેદી, મેમ્બર રાજેશ ચૌહાણ, નયન માંકડ ગેસ્ટ તરીકે હાજર રહ્યા હતા. ફૂટબોલ ચાહક જનતાએ પણ આ મેચ જોવાનો આનંદ લીધો હતો.