આત્મીય યુનિ. કેમ્પસમાં યોગીધામ અને નવરંગ નેચર કલબના સંયુક્ત ઉપક્રમે ઓર્ગેનિક ખેતીના અભિયાનને પ્રોત્સાહિત કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
- Advertisement -
રાજકોટના આંગણે આગામી તા. 12થી 14 સુધી રાજકોટમાં કાલાવડ રોડ સ્થિત આત્મીય યુનિવર્સિટીના કેમ્પસમાં ત્રણ દિવસ માટે ઓર્ગેનિક ખેડૂત હાટના માધ્યમથી ઓર્ગેનિક ખેતપેદાશોના પ્રદર્શન-વેચાણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જી.સી.સી.આઈ.ના સ્થાપક અને ભારત સરકારના પૂર્વમંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યુ હતું કે આઝાદીના અમૃતકાળમાં ઝેરમુકત ખેતી- ગૌ આધારિત ખેતી અભિયાન દ્વારા જમીનને ઉર્વરાયુક્ત અને સમાજને સ્વસ્થ અને નિરોગી બનાવવાના ભગીરથ પ્રયાસો થઈ રહ્યા છે. અનેક ખેડૂતો ગૌ આધારિત કૃષિ અભિયાનમાં સજીવ ખેતી, ઝેરમુકત ખેતી, ઓર્ગેનીક ફાર્મીંગ, પાલેકર કૃષિ, પ્રાકૃતિક કૃષિ જેવા વિવિધ નામોથી કૃષિ ઉત્પાદનો કરી રહ્યા છે. સમાજમાં હજુ ઓર્ગેનિક પ્રોડક્ટસના ગુણો અંગે જાગૃતિના અભાવના કારણે આવા ખેડૂતોને માર્કેટ સરળતાથી ઉપલબ્ધ થતું નથી. જ્યારે સમજદાર વર્ગ ઝેરમુક્ત અનાજ, કઠોળ, ફળફળાદી, શાકભાજી ખરીદવા માટે માંગ કરી રહ્યો છે, પરંતુ તેમને ક્યાંથી ભરોસાપાત્ર ઉત્પાદનો મળશે તે ખ્યાલ નથી. ઉપરોક્ત ઉત્પાદક એટલે કે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન કરતા ખેડૂતો અને ઉપભોકતા એટલે પ્રાકૃતિક કૃષિને સમજતા ગ્રાહકોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ગ્લોબલ ક્ધફેડરેશન ઓફ કાઉ બેઈઝડ ઇન્ડસ્ટ્રીઝ, યોગીધામ (આત્મીય યુનિવર્સિટી) અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ઓર્ગેનિક ખેતીના અભિયાનને પ્રોત્સાહિત કરવા ઓર્ગેનિક ખેડૂત હાટનું આયોજન કરેલ છે.
નવરંગ નેચર કલબના વી. ડી. બાલાએ જણાવ્યુ હતું કે આ ઓર્ગેનિક ખેડૂત હાટમાં ઓર્ગેનિક પ્રોડક્ટ જેવી કે અનાજ, કઠોળ, મરી-મસાલા, ગૌ આધારિત પ્રોડક્ટસ, ઇત્યાદિ વસ્તુઓના વેચાણ માટે સ્ટોલ્સ રાખવામા આવ્યા છે. ઓર્ગેનિક ખેડૂત હાટમાં દેશી ગાયનું ઘી, તેલ, પંચગવ્યમાંથી બનાવેલ ગૌમુત્ર અર્ક, સાબુ, શેમ્પૂ, ફીનાઇલ, નસ્ય, ટીપા, સેનીટાઈઝર અને ગાયના ગોબરના દીવા, દેવી-દેવતાની મૂર્તિ, ટેબલ પીસ, ઘડિયાળ, પેઈન્ટ, માળા, રાખડી જેવી પ્રોડક્ટ પણ ઉપલબ્ધ હશે.
- Advertisement -
ઓર્ગેનીક ખેડૂત હાટને સંપૂર્ણ સફળ બનાવવા માટે ડો. વલ્લભભાઈ કથીરિયા, હંસરાજભાઈ ગજેરા, મિતલ ખેતાણી, વીરાભાઈ હુંબલ, વી. ડી બાલા, રમેશભાઈ ઘેટીયા, પ્રવીણભાઈ આસોદરીયા, દિનેશભાઇ પટેલ, હિમાંશુભાઈ લીંબાસીયા, ગોપાલભાઈ બાલધા, રાજાભાઈ- વાવડી, વિનોદભાઇ કાછડીયા, વિશાલભાઈ ચાવડા, દિલીપભાઈ સખિયા, જીગ્નેશ રાઠોડ, તુષાર પટેલ, કૌશિક પટેલ, રમેશભાઈ પરમાર, તેજસ ચોટલિયા, હરેશભાઈ પંડયા, મુરલીભાઈ દવે, અરૂણ નિર્મળ, નિલેશ શાહ, કાળુ મામા, બી. બી. કાબરીયા, પ્રભાતભાઈ ડાંગર, સુરેશ પરમાર, અશોક હિંડોચા, તૃપ્તિબેન રાજવીર, રમાબેન હેરભા, વૈશાલીબેન આશર, વગેરે જહેમત ઊઠાવી રહ્યા છે.