‘પાછળથી એકટીવા અથડાવી નુકશાન થયું છે’ કહી ધમકી દીધી પૈસા પડાવ્યા
‘રૂપિયા આપી દે નહીતર છરી મારીને ફેફડા બહાર કાઢી નાખીશ’ કહી ધમકી આપતા શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મૂળ ગાંધીનગરનો અને હાલ રાજકોટના જામનગર રોડ ઉપર મેડીકલ હોસ્ટેલમાં રહેતો અને રાજકોટ મેડીકલ કોલેજમા એમ.બી.બી.એસ. ઈન્ટન ડ્રોક્ટર તરીકે અભ્યાસ કરતા દિપભાઈ નરસિંહભાઈ પાંડોર ઉ.23એ અજાણ્યા શખસ સામે પ્રનગર પોલીસમાં ધમકી આપી રોકડ લુંટી લેવા અંગે ફરિયાદ નોંધાવી હતી.
- Advertisement -
ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત બપોરે હું મારૂ એક્ટીવા લઇ હોસ્ટેલ જતો હતો દરમિયાન જામનગર રોડ પર આવેલ સિવીલ હોસ્પીટલના મેઈન ગેટ પાસે પહોચતા મારી પાછળથી એક એક્ટીવા ચાલકે ઈરાદા પુર્વક અથડાવી મને આગળ ઉભુ રહેવા જણાવતા હુ હોસ્પીટલના ગેટની અંદર જઈને ઉભો રહ્યો હતો ત્યારે તેણે આગળ તેનું વાહન આડુ ઉભુ રાખી મારી પાસે આવી કહ્યું કે મારા એક્ટીવામા નુકશાની થઇ છે એમ કહી મને ખરાબ ભાષામા ધમકી ભર્યા શબ્દોમા વાત કરી નુકશાની થયેલ છે તે કોણ ભરશે તેમ કહી મને નુકશાનીના બહાને 3200/- રોકડા આપવાનુ જણાવેલ જેથી મારી પાસે રોકડા રૂપીયા ન હોય જેથી મે તેને ના પાડેલ કેમ કે મારો કોઈ વાક ન હતો જેથી તેને તેના નેફામાંથી છરી કાઢેલ અને મને કહેલ કે, ખર્ચાના રૂપીયા આપી દે નહીતર છરી પેટમા મારીને ફેફડા બહાર કાઢી નાખીશ તેમ કહેતા હુ ડરી ગયેલ અને મે મારા મીત્ર તથા મારા મમ્મીને ફોન કરવા જતા મારો મોબાઈલ તેને લઈ લીધેલ અને મને કહેલ કે તારે બધાને ફોન કરીને લાંબુ કરવુ છે તો હુ હાલ એકલો છુ મારા બે મીત્રોને બોલાવી લવ અને તે આવશે તો તને બવ મારશે તેમ કહેલ જેથી મે કહેલ કે મારે કઈ લાંબુ કરવુ નથી તેમ જણાવેલ અને મારી પાસે રોકડા પૈસા નથી તેમ જણાવતા તેને મને કહેલ કે એ.ટી.એમ. કાર્ડમાંથી ઉપાડીને આ5 તેમ કહેલ ત્યારે મે કહેલ કે મારી પાસે એ.ટી.એમ.પણ નથી તેમ જણાવેલ કેમકે હુ એ.ટી.એમ. માથી પૈસા ઉપાડીને આપુ તો તેના નામ સરનામાની મને ખબર ન પડે જેથી મે હોશીયારી વાપરી તેને જણાવેલ કે તમારા મોબાઈલ નંબર આપો તેમા ટ્રાન્સફર કરી દવ તેમ કહેતા તેને તેના મોબાઈલ માંથી એક સ્કેનરનો ફોટો આપેલ અને તેમા મને ઓનલાઈન 3,200 ટ્રાન્સફર કરવાનુ કહેતા મે તે સ્કેનર મારા મોબાઈલમા સ્કેન કરતા દર્શી અશ્વીનભાઈ કોઠારીનુ નામ આવેલ અ ને જે બેન્ક એકાઉન્ટ એક્સીસ બેન્કનુ હતુ જેમા મે 3,200 ટ્રાન્સફર કર્યા હતા ત્યાર બાદ હુ ત્યાથી નીકળી ગયેલ હતો અને સરકારી હોસ્પિટલમાં રેસીડન્ટ ડોકટર અમનભાઈ ચૌધરીને વાત કરી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.