રોકડ અને સોનાના દાગીનાં સહિત 85 હજાર રૂપિયાના મત્તાની ચોરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડની નવરંગ સોસાયટી ખાતે રહેતા અને જિલ્લા કલેકટર કચેરી ખાતે રેવન્યુ ક્લાર્ક તરીકે ફરજ નિભાવતા પૃથ્વીરાજસિંહ નાનુભાઈ જાદવ દ્વારા ગત 1 ફેબ્રુઆરીના રોજ રાત્રીના સમયે ઘરનો સામાન મૂકવા માટે જઈ બાજુની સોસાયટી ખાતે મોડી રાત્રે પરિવાર સાથે સૂઈ ગયા હોય જ્યારે સવારે પોતાના પિતા નાનુભાઈ જાદવ પોતાના નવરંગ સોસાયટી સ્થિત મકાને જતા ઘરના દરવાજાની નકુચો તૂટેલો અને સમાન વર વિખેર હોવાથી તાત્કાલિક પૃથ્વીરાજસિંહને જાણ કરતા તેઓ પણ ઘરે આવી જોતા કબાટમાં પડેલા દશ હજાર રૂપિયા રોકડ તથા સોનાની બંગડી નંગ ચાર કિંમત 75 હજાર એમ કુલ 85 હજારની મત્તાની ચોરી થઈ હોવાનું સામે આવતા સ્થાનિક પોલીસનો સંપર્ક કરી અજાણ્યા ચોર ઈસમ વિરૂદ્ધ ગુન્હો નીંધવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.