ભોગ બનનાર 441 લોકોને 2.16 કરોડનો મુદામાલ પરત આપ્યો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા હેડ કવાર્ટસ ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતોજેમાં પોલીસ દ્વારા 141 લોકોને 2.16 કરોડથી વધુનો મુદ્દામાલ પરત અપાવ્યો હતો. પોલીસ પ્રજાની મિત્રના સુત્રને સાર્થકતા સાથે લોકોની આવેલી ફરિયાદ સંદર્ભે જૂનાગઢ પોલીસ દ્વારા રોકડ, મોબાઇલ, વાહનો તેમજ કિંમતી સોના-ચાંદીના ઘરેણા કબ્જે કરેલા હતા એ મુદ્દામાલ નાગરિકોને પરત સોંપવા માટે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન રેંજ ડીઆઇજી નિલેશ જાજડીયા, એસપી હર્ષદ મહેતા, મેયર ગિતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા સહિત પોલીસ અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દ્વારા લોકાભિમૂખ અભિગમ સાથે 441 ભોગ બનનાર લોકોને દાગીતા, વાહનો, મોબાઇલ સહિત મળી કુલ રૂા.2,16,38,077ની કિંમતી સામાન પરત સોંપવામાં આવેલ હતો. તેમજ આ કાર્યક્રમ સાથે રનફોર જૂનાગઢ કાર્યક્રમમાં વિજેતાઓને સર્ટી ફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા.