એજન્સીના મતે આ કબૂતર રેસિંગવાળા પૈકીનું હોઈ શકે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
માંગરોળ બંદરેથી ગત રાત્રીનાપગમાં નંબરો લખેલુ ટેગ અને પાંખોમાં નંબરો લખેલુ ટેગઅને પાંખોમાં અજાણી ભાષામાં કશુંક લખેલુ શંકાસ્પદ કબુતર મળી આવતા ભારે રહસ્ય સર્જાયુ હતુ. કબુતર મરીન પોલીસને સોંપી દેવાયા બાદ ડીવાયએસપીએ જણાવ્યુ હતુ કે, નેવી ઇન્ટેલિજન્સ, કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓના મતે આ રેસીંગવાળા કબુતરો પૈકીનું એક છે. તપાસમાં કશુ વાંધાજનક મળ્યુ નથી. તેમ છતા આ બાબતે ઝીણવટભરી તપાસ ચાલુ છે. યુવાનોએ તેને પકડી તપાસતા એક પગમાં પીળા કલરના ટેગમાં આંકડામાં 30511 તેમજ 2024 લખેલુ હોવાનું તથા તેના બીજા પગમાં પણ કોઇ વસ્તુ હોવાનું ઘ્યાને આવ્યુ હતુ. કબુતરની પાંખોમાં અજાણી ભાષામાં કશુંક લખેલું હતુ. ત્યાર બાદ આ અંગે મરીન પોલીસને જાણ કરવામાં આવી હતી અને કબુતર પોલીસને સોંપી દેવાયુ હતુ. દરીયાકા:ઠો શંકાસ્પદ હાલતમાં કબુતર મળી આવતા મામલાની ગંભીરતા પારખી પોલીસ સતર્ક તથઇ હતી. દિવસભર મરીન પીઆઇ જાદવ, ડીવાયએસપી દિનેશ કોડીયાતર, એસઓજી ઉપરાંત કોસ્ટગાર્ડ, નેવી સહિતનો ધમધમાટ સતત ચાલુ રહ્યો હતો. પોલીસ અને એજન્સીઓના મતે પ્રાથમિક તબકકે કોઇ જાસુસી એંગલ કે વાંધાજનક કહી શકાય તેવુ જણાતુ નથી. જે તે વિસ્તારમાં કબુતરોની યોજાતી હરીફાઇ દરમિયાન આ કબુતર અહીં આવી ચઢયુ હોવાની શકયતા છે.