છેલ્લા 11 દિવસમાં વિદેશથી આવેલા 9 લાખ યાત્રીઓમાંથી પાંચ હજાર યાત્રીઓની તપાસ થયેલી જેમાં 124 લોકો સંક્રમિત મળી આવ્યા હતા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે અલગ- અલગ દેશોમાંથી ભારત પહોંચેલા યાત્રીઓની માહિતી શેર કરતાં જણાવ્યું હતું કે ભારત આવેલ સંક્રમિત યાત્રીઓમાં સૌથી વધુ એકસબીબી વેરીએન્ટ મળ્યો છે જે કોરોના વાયરસના ઓમિક્રોન વેરીએન્ટમાંથી નીકળ્યા છે.
- Advertisement -
છેલ્લા 11 દિવસમાં વિદેશથી આવેલા 9 લાખમાંથી 5 હજાર યાત્રીઓની વિમાન મથકે તપાસ થઈ હતી જેમાં 124 લોકો કોરોના સંક્રમિત મળ્યા હતા. વિદેશથી આવેલા 14 યાત્રીઓમાં ચીન અને યુરોપમાં તબાહી મચાવી રહેલા સ્વરૂપ મળ્યા છે.ગુરૂવારે કેન્દ્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે અલગ અલગ દેશોમાંથી ભારત પહોંચેલા યાત્રીઓની જાણકારી આપતા જણાવ્યું હતું કે ભારત આવેલા સંક્રમિત યાત્રીઓમાંથી સૌથી વધુ એકસબીબી વેરીએન્ટ મળ્યું છે. જે કોરોના વાયરસનાં ઓમિક્રોન વેરીએન્ટમાંથી નીકળ્યુ છે.
અત્યાર સુધી 124 માંથી 40 લોકોના રીપોર્ટ મળી ચુકયા છે. જેમાં જાણવા મળ્યુ કે સૌથી વધુ 14 દર્દીઓમાં કોરોના વાયરસનો એકસબીબી.1 એકસબીબી.2 અને એકબીબી.3.4.5 વેરીએન્ટ હતો.રીપોર્ટ મુજબ ભારતમાં વિદેશથી આવેલા યાત્રીઓમાંથી ઓમિક્રોનનાં કુલ 11 સબ વેરીએન્ટ મળી આવ્યા છે.
ભારતમાં પહેલીવાર મળ્યા બીકયુ 1.1, 1.122 અને 1.1.5 સબ વેરીએન્ટ: આ સિવાય ઓમિક્રોનનાં સબ વેરીએન્ટ બીકયુ1.1, 1.122 અને 1.1.5 મળ્યા છે જે હાલમાં ચીન, યુરોપ અને અમેરીકામાં કોરોનાની નવી લહેર માટે જવાબદાર માનવામાં આવે છે. આ સિવાય ચીનના બીજીંગ અને શાંધાઈ ક્ષેત્રમાં તરખાટ મચાવનાર બીએફ.7 વેરીએન્ટ માત્ર બે દર્દીમાં મળ્યો છે.