ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કલેકટર કચેરી ખાતે મળેલી બેઠકમાં વિકાસ અને કલ્યાણ બોર્ડના ભરતભાઈ પટ્ટણીએ જણાવ્યું કે, વિચરતી, વિમુક્ત અને અર્ધ વિચરતી સમુદાયના લોકોને કેન્દ્ર રાજ્ય સરકારની આવસ યોજનાઓ લાભ મળી રહે તે માટે અને આ સમાજના ઘરવિહોણા લોકોને પોતાનું ઘરનું ઘર મળી રહે તે માટે સ્થાનિક તંત્ર સાથે સંકલન કરીને ઝડપભેર કામગીરી કરવામાં આવશે. ઉપરાંત રાજ્ય સરકારના ધારા ધોરણો મુજબ વિનામૂલ્યે રહેણાંક પ્લોટ મળી રહે તે માટે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરાશે. ઉપરાંત વિચરતી, વિમુક્ત જાતિનું પ્રમાણપત્ર સરળતાપૂર્વક મળી રહે તે માટે મોટાપાયે કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે. આ પ્રમાણપત્ર મેળવવામાં આવતી મુશ્કેલીઓને પણ તંત્ર સાથે સંકલન કરીને દૂર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં 1267 વિચરતી, વિમુક્ત જાતિ નોંધાયેલ છે, જેમાં ગુજરાતમાં 28 વિચરતી અને 12 વિમુક્ત જાતિના લોકો વસવાટ કરે છે.