સરકાર આઈઆઈટી રૂરકીની સ્થાપનાના 175 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે 175 રૂપિયાનો સિક્કો બહાર પાડશે. સિક્કાનાં સંગ્રહકાર સુધીર લુણાવતે જણાવ્યું કે, દેશમાં પહેલીવાર બહાર પાડવામાં આવતા 175ના સિક્કાનું વજન 35 ગ્રામ હશે તેમાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ, 5 ટકા નિકલ અને જસતનું મિશ્રણ હશે તેની ગોળાઈ 44 મીલીમીટર હશે.
સિક્કાના મુખ્ય ભાગમાં ભારતની આઈઆઈટી રૂરકી સંસ્થા, ઉત્તરાખંડના મુખ્ય જેમ્સ થોમસ, બિલ્ડિંગનો ફોટો, ફોટાના નીચેના ભાગમાં 175 વર્ષ લખેલું હશે.
સિક્કાની ઉપરના ભાગમાં હિન્દી, નીચેના ભાગમાં અંગ્રેજીમાં ભારતની આઈઆઈટી રૂરકી સંસ્થા લખેલું જોવા મળશે. સુધીરના જણાવ્યા અનુસાર સિક્કાનું નિર્માણ ભારત સરકારની મુંબઈની ટંકશાળમાં બનશે. તેના પહેલા પણ અલગ અલગ અવસર ઉપર સરકાર 60, 125, 150, 250, 350, 400, 500, 550 અને હજાર રૂપિયાનો સિક્કો બનાવી ચૂકી છે.