સવા શતાબ્દી મહોત્સવ અને ઉમાર્તન યોજના દ્વારા વિકાસની નવી કેડી કંડારાશે: મૌલેશભાઇ ઉકાણી
ખાસ-ખબર સંવાદદાતા
કડવા પાટીદારોનું આશ્ર્થઆનું કેન્દ્ર ઉમિયાધામ સિદસર સમગ્ર સોરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજના સામાજીક, શૈક્ષણિક, આધ્યાત્મીક અને આર્થિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર સૌરાષ્ટ્રભરના ઉમિયા પરિવારોના ઉત્થાન માટે કટીબધ્ધ છે. આગામી 2024માં મા ઉમિયા પ્રાગ્ટયના 125 વર્ષ નિમિત્તે યોજાનારા સવા શતાબ્દી મહોત્સવના મગંલા ચરણ રૂપે આગામી તા. 29,30 સપ્ટેમ્બર તથા 1 ઓક્ટોમ્બરે ’બિલ્વપત્ર’ ના શિર્ષક હેઠળ ત્રીદિવસીય કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી તથા કેન્દ્રીય મંત્રીની ઉપસ્થઇતિમાં સામાજીક સંમેલન સાથે 125 સ્થળેથી કાર રેલીનો કાફલો સિદસર પહોંચી મા ઉમિયાનો જયઘોષ કરશે. ઉમિયાધામ સિદસર ખાતે યોજાનારા ત્રિદલ કાર્યક્રમની વિગતો આફતા શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળિયા, ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ, ઉપપ્રમુખ ચિમનભાઇ શાપરીયા, જગદીશભાઇ કોટડીયાએ જણાવ્યું હતું કે, જગતજનની મા ઉમિયાના સિદસર ખાતેના પ્રાગટયના 125 વર્ષ નિમિતે યોજાનારા બિલ્વપત્ર કાર્યક્રમમાં તા. 29ના રોજ શુક્રવારે સવારે દર વર્ષની માફક આ વર્ષ પણ ભાદરવી પુનમના દિવસે 11 કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે. સાથો સાથ વેણુ નદીના પૂર્વ કિનારે 30 વિઘા જગ્યામાં સિદસર તીર્થધામ યાત્રા સંકુલ ’ઉમા વાટિકા’નું ભૂમિપૂજન કાર્યક્રમ મુખ્યદાતા વિજયાબેન તથા જીવનભાઇ ગોરધનભાઇ ગોવાણી પરિવારની ઉપસ્થઇતિમાં યોજાશે. તા. 30ને શનિવારે સવારે 8થી 12 કલાકે
- Advertisement -
45 કરોડના ખર્ચ નિર્માણધીન ઉમા વાટિકાનું ભૂમિપૂજન થશે
125 સ્થળેથી કાર રેલી યોજાશે 6200થી વધુ કાર સિદસર પહોંચશે: ચિમભાઇ સાપરીયા
- Advertisement -
2024ના સવા શતાબ્દી મહોત્સવના મંગલચરણ સાથે ‘ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ’
ઉમિયા પરિવાર મહિલા સંગઠન સમિતિ દ્વારા સૌરાષ્ટ્રભરના તાલુકા તથા શહેરોની બહેનોની રાસ ગરબા સ્પર્ધા તથા બપોરે 2:00 કલાકે મહિલા સંમેલન યોજાશે. જેમાં પ્રસિધ્ધ વક્તા જય વસાવડાનું વ્યક્તવ્ય યોજાશે. તા. 01 ઓક્ટોમ્બરને રવિવારે સમગ્ર સૌરાષ્ટ્ર- ગુજરાતમાંથી 125 કારરેલી(દરેક રેલીમાં 51 કાર ) સવારે 10થી 12 વચ્ચે ઉમિયાધામ સિદસર પહોંચશે. આ જ દિવસે બપોરે ઉમિયાધામ ખાતે ભવ્ય-દિવ્ય સામાજિક સંમેલન મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રના કેબીનેટ મંત્રી પરસોતમભાઇ રૂપાલા અથિથિ વિશેષ તરીકે તથા પાટીદાર ભઆમાશા જીવનભાઇ ગોવાણી સ,મારંભના ઉદઘાટક તરીકે તથા પાટીદાર સમાજના આગેવાનો, ઉમિયાધામના ટ્રસ્ટીઓ, ઉદ્યોગપતિઓની ઉપસ્થિતીમાં યોજાશે. શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, મેનેજિંગ ટ્ર્સ્ટી જયેશભાઇ પટેલ, ઉપપ્રમુખ ચિમનભાઇ શાપરીયા, જગદીશભાઇ કોટડીયા, એ જણાવ્યું હતું કે, ઉમિયાધામ સિદસર દ્વારા 1999ના શતાબ્દી મહોત્સવ હાદ 51 કરોડની, 2012ના રજત જયંતી મહોત્સવ વેળાએ 125 કરોડની સમુદ્ધી યોજના થકી સમાજ વિકાસ કાર્યો કર્યો છે. ત્યારે સવા શત્બ્દી મોહત્સવ વેળાએ ઉમિયાધામ સિદસરના માધ્યમથી રૂ. 500 કરોડની સમુદ્ધી યોજના અમલી બનાવી દાતાઓની સહયોગથી શૈક્ષણીક, આરોગ્ય, સામાજીક વિકાસ કાર્યોનો સંકલ્પ જાહેર કર્યો છે. આ વિકાસ કાર્યોને વંગ આપવા માટે રૂ. 500 કરોડની સમુદ્ધી યોજના-3 અંતર્ગત ’ઉમારત્ન’ વિશેષ યોગદાન યોજના અમલી બનાવાય છે. જેમાં 3.51 લાખનું યોગદાન આપનાર ઉમારત્ન દાતાને 25 વર્ષ સુધી વિમા કવચ બાદ 25 વર્ષ બાદ રૂ. 5- લાખ પરત મળશે ઉમારત્ન યોજના અંતર્ગત મળેલ અનુદાન વર્ષ 2031 સુધીનું તથા સમુદ્ધી યોજના-3ના તમામ પ્રોજેક્ટ માટે સંયુક્ત યોગદાન ગણાશે, યોગદાનની રકમ એકી સાથે અથવા 2 કે 3 વર્ષ હપ્તામાં આપી શકાશે, ઉમારત્ન દાતાનું નામ મંદિરની વેબસાઇઠ પર વર્ષ 2031 સુધી તથા દાતાના જન્મદિવસે તમામ પ્રોજેક્ટની સ્ક્રીન પર પ્રસિદ્ધ કરવામાં આવશે. ‘ઉમારત્ન’ દાતાને એવોર્ડ અને સન્માનપત્રથી સનમાનિત કરવામાં આશે તેમજ તેમનું નામ ઉમિયાધામ સિદસરના સામાં કાંઠા પ્રોજેકટમાં અંકિત કરવામાં આવશે.
અમદાવાદ, બરોડા, સુરત તથા સૌરાષ્ટ્રના 11 જિલ્લામાંથી 125 સ્થળેથી 6200 કાર રેલી સ્વરૂપે સિદસર આવશે
આગામી વર્ષ ડિસેમ્બર-2024માં જામજોધપુર તાલુકાના સિદસર ખાતે ઉમિયા માતાજી પ્રાગ્ટયના 125 વર્ષ નિમિત્તે યોજાનારા ’સવા શતાબ્દી મહોત્સવ’ ના મંગલાચરણ નિમિત્તે 125 કાર રેલી યોજી 6200થી વધુ કારમાં પાટીદારો ઉમિયાધામ સિદસર પહોંચી ‘સામાજીક સંમેલન’માં હાજરી આપશે. તા. 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોમ્બર દરમ્યાન ઉમિયાધામ સિદસર ખાતે યોજાનારા ત્રિદલ કાર્યક્રમની વિગતો આપતા શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખી જેરામભાઇ વાંસજાળિયા, ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ, ઉપપ્રમુખ ચિમનભાઇ શાપરીયા, જગદીશભાઇ કોટડીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા કેન્દ્રિય મંત્રી પરસોતમભાઇ રૂપાલાની ઉપસ્થિતિમાં યોજાનારા સામાજીક સંમેલનો તથા અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ગુજરાતભરમાંથી 125 કાર રેલી ઉમિયાધામ સિદસર આવશે. 51 કારની એક રેલી એવી 125 કાર રેલીમાં હજારો ભાવિકો માં ઉમિયાના દર્શન માટે આવશે. ઉમિયાધામ સિદસરના આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે, એક સાથે 125થી વધુ સ્થળેથી કાર રેલી યોજાતી હોય અને એક સ્થળે પહોંચવાની હોય તેવા આ પ્રસંગની ’ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ’માં નોંધણી થશે. રેલીમાં જોડાનાર કાર સાથે 1થી 51 નંબરના સ્ટીકર દરેક કારમાં ઝંડી તથા દરેક કાર રેલી સાથે ઇન્ચાર્જ, પાયલોટીંગ કાર, વીડિયો, ડી.જે. સહીતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.