સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલના પ્રખર હરિભક્ત ચંદુભાઈ સુરેજાએ વડતાલ સ્વામિનારાયણ મંદિર અને તેમના સંલગ્ન આશરે અઢીસો જેટલા મંદિરોમાં ત્રણ પત્ર લખી મોકલ્યા હતા જેની વિગત નીચે મુજબ છે.
પ્રખર હરિભક્ત ચંદુભાઈ સુરેજાએ વડતાલ ધામને લખેલાં પત્રમાં ચોંકાવનારો ખુલાસો
આદરણીય સદ્ગુરુ શ્રી ઘનશ્યામદાસજી સ્વામી દંડવત સહ જયશ્રી સ્વામિનારાયણ.
આપશ્રી સંપ્રદાયના એક કીર્તિમાન સદ્ગુરુ હોઈ તેમજ વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેનશ્રી હોઈ તે નાતે આપની સમક્ષ ફરેણી શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી તથા તેમના મંડળની કેટલીક શ્રીજી મહારાજના સિદ્ધાંત વિરૂદ્ધની વાતો આપના ધ્યાન પર લાવું છું – હું ફરેણી સંસ્થાનો અનન્ય નિષ્ઠાવાળો વિચારવાન ભણેલ-ગણેલ શાસ્ત્રોનો અભ્યાસી અનુયાયી છું પરંતુ જેમ જેમ સ્વામી સંતો, હરિભક્તોની નજીક આવતો ગયો તેમ તેમ તેમનું વરવું રૂપ સામને આવતું ગયું. શરૂઆતમાં સંતોનો અંદરો-અંદરના સૃષ્ટિ વિરૂદ્ધના કાર્યો, સંતો અને યુવાન છોકરાઓ વચ્ચેના સૃષ્ટિ વિરૂદ્ધના કાર્યો જાણી આ અંગે શાસ્ત્રી સ્વામીનું ધ્યાન દોર્યું. મારી હિંમત અને સિદ્ધાંતવાદી પ્રકૃતિને લઈને મેં હિતવાળા આગેવાન ભક્તોને વાત કરી નારાજગી બતાવી મિટીંગો કરી પરંતુ શાસ્ત્રી સ્વામીએ બધાને દબાવી દઈ ત્યાગીની વાતોમાં માથું ન મારવાની ધમકી આપી, ત્યારબાદ મારા મનમાં એક સંશય રહેતો કે શાસ્ત્રી સ્વામી આવી ગંદી પ્રવૃત્તિને બંધ કરાવવાને બદલે સાથ કેમ આપે છે?
- Advertisement -
ક્યાંક તેની પછેડી પણ દબાયેલી તો નથીને? ત્યારબાદ ત્યાગી દ્વારા સત્સંગીની વહુ-બેટી સાથેના સંબંધો ક્યાંક પ્રેમથી અને ક્યાંક બળજબરીથી બહાર આવવા લાગ્યા ત્યારે સત્સંગ સમાજમાં બહુ ઉદ્વેગ સાથે આક્રોશ ફાટી નીકળ્યો ત્યારે પણ શાસ્ત્રીએ કુંવારી દીકરીના બાપને આશ્ર્વાસન આપવાને બદલે દબાવી દીધા અને વ્યભિચારી ત્યાગીનો પક્ષ લીધો. આ પ્રસંગ પછી શાસ્ત્રીનો પણ ક્યાંક પગ ખરડાયેલો હોવો જોઈએ તેવી મારી શંકા દૃઢ થઈ. આ અંગે મેં શાસ્ત્રી સામે ઘણાં પ્રશ્ર્નો ઉઠાવ્યા, પણ તેણે એકપણ પ્રશ્ર્નનું સમાધાન કર્યું નહીં. પછી મેં વાતના અંત સુધી જવા માટે હેતવાળા જૂના હરિભક્તો તથા સંતો સાથે આ અંગે ખુલ્લી ચર્ચા કરી. આ ચર્ચાને અંતે જે બહાર આવ્યું તે જાણીને હું સ્તબ્ધ થઈ ગયો.
ખુદ શાસ્ત્રી પણ યુવાનો સાથે સૃષ્ટિ વિરૂદ્ધની ક્રિયા નિત્ય કરતા તથા બૈરાઓ સાથે દૈહીક સંબંધ રાખતા આવા 10થી 15 છોકરાના નામો મળ્યા. તેમાંથી 5-7 છોકરાને હું સારી રીતે ઓળખતો હતો. રાત્રે એક સેવક સંત આ છોકરાવને શાસ્ત્રીના રૂમમાં મોકલી આપતા વિચરણ દરમિયાન પણ આ સિલસિલો ચાલુ રહેતો. મારા સંબંધીના છોકરાને મેં પૂછયું તો કહે શાસ્ત્રી મારી સાથે આવું કરે છે તે કહે મને સમજાતું નથી કે સ્વામી આમ કેમ કરે છે?
ગરીબ, મજબુર, ઓછું ભણેલાં લોકોને બારમા વચનામૃતનો અનર્થ કરીને ભોળવવામાં આવે છે
- Advertisement -
પીપલાણાથી જુદા પડ્યા ત્યારે એક સંતો કહ્યું હતું કે શાસ્ત્રી ધોતીયા છોડીને વિષયો ભોગવવા માટે જુદા પડ્યા છે તે સાચું છે. અમે જ્યાં મોક્ષ માન્યો ત્યાં શ્રીજી મહારાજના પંચ વર્તમાન લોપાય છે. તીર્થસ્થળમાં કરેલું પાપ તો વ્રજલેપ થાય છે. આ બધા તો ઘોર નરકમાં જશે તો આપણને અક્ષરધામમાં કેમ લઈ જશે?
પછી મને વિચાર આવ્યો કે આ લોકો છોકરા અને બૈરાને કઈ રીતે આ દુષ્કર્મ કરવા તૈયાર કરે છે?
તપાસના અંતે જાણવા મળ્યું કે ગરીબ, મજબૂર, ઓછું ભણેલા, નિમ્નજ્ઞાતિ, આશીર્વાદની લાલસાવાળા તથા મહિમામાં અંધ ઘર પસંદ કરવામાં આવે છે, સમજાવવામાં આવે છે કે ભગવાનના ચરિત્રોમાં શંકા ન કરે પણ ભગવાનના સંબંધવાળાના ચરિત્રોમાં પણ શંકા ન કરે અને પોતાનો દેહ ભક્તને અર્થે વાપરે તો તેનામાં દોષ હોય તો ય કલ્યાણમાં ફેર નથી.
ઉપાસનાની બાબતમાં શાસ્ત્રી સ્વામી આચાર્ય મહારાજ તથા મોટા-મોટા સંતોની આંખોમાં ધૂળ નાંખી જૂના જ સંપ્રદાયમાં રહી શ્રીજી મહારાજની ઉપાસનાનો નિષેધ કરે છે
લોયાના 12માં વચનામૃતનો વિકૃત અર્થ કરી વચનામૃતની સાખે વ્યભિચારની કાયદેસરતા સ્થાપે છે ડોકટર તમારા બૈરાના ગુપ્ત ભાગનો સ્પર્શ કરે તો તમને શંકા જાય છે? જો નહીં તો ડોકટર કરતાં તો સંતો અધિક છે, તેમની ક્રિયામાં સંશય થવો જોઈએ નહીં. દિવ્યભાવ રાખવો મનુષ્યભાવ ન રાખવો શક્તિપંથી અને જમાતવાળા બાવાના સમયની અંધપરંપરા ચલાવી છે. પોતાના અનુયાયીઓની વહુ-દીકરીને પ્રસાદીને કરાવી વ્યભિચાર કરતાં તેનાથી દેવલોક મળે એવી જ અંધ પરંપરા કે અક્ષરધામમાં જવાનો આ ટૂંકો રસ્તો છે. મહારાજે જેને અધર્મ કહી કાઢ્યો તેને ધર્મના નામે કલ્યાણના નામે દાખલ કર્યો. કેવડો મોટો શ્રીજી મહારાજનો દ્રોહ?
હવે ઉપાસનાની બાબતમાં શાસ્ત્રી સ્વામી આચાર્ય મહારાજ તથા મોટા મોટા સંતોની આંખોમાં ધૂળ નાખી જૂના જ સંપ્રદાયમાં રહી શ્રીજી મહારાજની ઉપાસનાનો નિષેધ કરે છે. ફરેણીમાં આચાર્ય મહારાજે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી પછી અંગત હરિભક્તોની હાજરીમાં કહ્યું કે જે સિદ્ધાંત માટે અક્ષર પુરુષોત્તમવાળાને સંપ્રદાયમાંથી બહાર જવું પડ્યું તે જ સિદ્ધાંત આપણે આચાર્ય મહારાજશ્રી તથા મોટેરા સંતોની હાજરીમાં સંપ્રદાયની અંદર રહી સ્થાપિત કરી દીધો.
બાલકૃષ્ણ શાસ્ત્રી સ્વામીની પ્રગટ ઉપાસના: રામ-કૃષ્ણાદિક અવતારો પરોક્ષ છે તેમ સ્વામિનારાયણ ભગવાન પણ પરોક્ષ છે, તમારી સામે વાતુ કરે છે એટલે કે તે પોતે પુરુષોત્તમ છે તેના જ્ઞાની સંત અક્ષર છે અને આ બંનેમાં જોડાયેલા છે તે મુક્ત છે. આ શાસ્ત્રી સ્વામીની ત્રણ તત્ત્વની પ્રગટ ઉપાસના છે.
ધ્યાન શાસ્ત્રી સ્વામીનું કરવાનું માનસીપૂજા, ભક્તિ, થાળ, નામ, સ્મરણ, શાસ્ત્રી સ્વામીનું કરવાનું શ્રીજી મહારાજનું નહીં. શ્રીજી મહારાજને ગૌણ કરી તેનો નિષેધ કરી તેની જગ્યાએ પોતાનું સ્થાપન કરે છે.
અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત એ છે કે તે ભગવાનને અખંડ ધારી રહ્યા છે જેમ ગુણાતીતાનંદ સ્વામી ધારી રહ્યા હતા તેનો સિદ્ધાંત પ્રમુખ સ્વામી સ્વામિનારાયણ છે તેમ નથી જ્યારે ફરેણીનો સિદ્ધાંત એ છે કે શાસ્ત્રી સ્વામી છે તે જ સ્વામિનારાયણ છે. ચુસ્ત ભક્તો પહેલા સ્વામીને પગે લાગે છે, દંડવત પણ સ્વામીને જ કરે છે, પધરાવેલ મૂર્તિને નહીં. આ ખોટી ઉપાસનાને રોકી તેને સંપ્રદાયમાંથી દૂર કરવા તે તમારી તથા આચાર્ય મહારાજશ્રીની નૈતિક જવાબદારી છે. પ્રસંગ પડે જ અંતરા સિદ્ધાંત તથા શ્રીજી મહારાજના પક્ષની કસોટી થાય છે. તમે શાસ્ત્રીના હેતવાળા છો પણ તેને તમારામાં કેટલું હેત છે તે અમે જાણીએ છીએ. ત્યાં જવાથી તમારી શોભા વધતી નથી, ઘટે છે.
આ બધું જાણ્યા પછી પણ તમે ઉત્સવમાં વક્તા હોવ તમારા સંતો સેવા કરતા હોય તે તમારી સર્વોપરી નિષ્ઠામાં ભવિષ્યમાં પ્રશ્ર્નાર્થ ઉભા કરશે?
અક્ષર પુરુષોત્તમે મંદિરમાં ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પધરાવી તથા બળદીયા છતેડીએ અબજીબાપાની મૂર્તિ મંદિરમાં પધરાવી તો તેને સંપ્રદાયમાંથી બહાર જવું પડ્યું તો આ શાસ્ત્રી તો ભક્તોના હૃદય મંદિરમાં પોતાને સ્વામિનારાયણ તરીકે સ્થાપે છે છતાં સંપ્રદાયની અંદર કેમ છે? તેના ઉત્સવ સમૈયામાં સંતો તથા આચાર્યો મહારાજશ્રી કેમ પધારે છે?
મુખ્ય મુદ્દો ઉપાસનાનો છે અને વ્યભિચાર ઉપાસનાના ઓઠા હેઠળ ન કરે નહીંતર ભવિષ્યમાં અંધ પરંપરા ચાલશે વ્યભિચારમાં તો તેણે શ્રીજી મહારાજની આજ્ઞા પર ઘા કર્યો છે પરંતુ ઉપાસનામાં તો તેણે સીધો શ્રીજી મહારાજ ઉપર જ ઘા કર્યો છે?
ફરેણીમાં ચરણાવિંદ પધરાવી પ્રસાદીની વસ્તુ બોલે છે એ જગ્યા પર સ્વામિનારાયણ મહારાજ પધાર્યા હોય તેના પુરાવા શું? વાસ્તવમાં ફરેણી પ્રસાદીની જગ્યા જ નથી!
એવું કહેવાય છે કે, ઉત્સવમાં ચંદન વર્ષા થઈ પરંતુ તે જમણવારનો એઠવાડ હતો, વધેલાં-ઘટેલાં અન્નને ચંદન વર્ષામાં ખપાવી દેવાયું?
પ્રસાદીની જગ્યા ન હોવા છતાં ફરેણી ગુરુકુળમાં મંદિરનો પાયો નખાયો, શૈક્ષણિક સંકુલ હોય ત્યાં મંદિર ન બનાવવાની વાત હોવા છતાં નીલકંઠચરણ સ્વામીના વિધાનની અવગણના
હરિચરણ સ્વામી પાસે અન્ય સ્વામીઓની અનેક વિસ્ફોટક માહિતી એટલે તેને છુટ્ટા નહીં ગાયબ કરાયા છે!
ફરેણી ગુરુકુળમાં પાછળના ભાગે 5 વીઘા સરકારી ખરાબાની જમીન પચાવી અને ગૌ શાળા બનાવી દેવાઈ
ફરેણી ગુરુકુળમાંથી હરિચરણ સ્વામીને છુટ્ટા કરાયા તેના આધાર-પુરાવા જાહેર કરવા જોઈએ
ફરેણી ગુરુકુળના લંપટ સ્વામીનો વિડીયો જે જગ્યાએ ઉતારાયો તે વિડીયો સભામંડપના પાછળના ભાગે આવેલા સ્ટોર રૂમનો હોવાનો ધડાકો