ખાસ-ખબર સંવાદદાતા
સોમનાથ જીલ્લા ના વડામથક વેરાવળ ખાતે 1968 થી ખાદી ભંડાર વેચાણ કાર્યરત છે. ખાદી ભંડાર સંચાલક પ્રવિણભાઇ પટૃણી કહે છે”આ વરસે ગુજરાત ખાદીમાં 25 ટકા વળતર અને પર પ્રાંત ખાદીમાં 15 ટકા વળતર છે આ વળતર 2 ઓક્ટોબરથી દિવાળી સુધી ચાલુ રહે છે.ખાદી ના આકર્ષક રંગો નવી ફેશન ટેકનોલોજી નો સમન્વય ને કારણે યુવાન યુવતીઓમાં પણ ખાદી નુ આકર્ષણ પ્રતિવર્ષ વધતું જ જાય છે આ વરસે અમો રેડીયમ ઝબ્બા – લેંધા-શટે સહિત ની વિવિધ આઈટમો લાવ્યા છે.જૂના લોકો મા એક માન્યતા છે કે ખાદી એટલે સફેદ પરંતુ તે વાત હવે જૂની થઈ ગઈ બ્લુ, આકાશી, કેસરી, ગુલાબી, ભગવા સહિત વિવિધ કલરોમાંની ખાદી ગ્રાહકોને આકર્ષી રહી છે. વેરાવળ ખાદી ભંડાર સંચાલક પ્રવિણભાઇ પટ્ટણી કહે છે ખાદી ફોર ફેશન ખાદી ફોર નેશન જેને કારણે લોકો મા રોજગારી અને અને વળતર ને કારણે આકર્ષણ રહે છે વર્ષ 2022 મા 17 લાખ 29 હજાર 700 રૂપિયા ની ખાદી વેંચાઇ હતી 2 જી ઓક્ટોબર 2022થી 31 ઓક્ટોબર 2022 સુધીમાં 7 લાખ 29 હજાર રૂપિયા ની ખાદી વેંચાણ થી ગ્રાહકો સુધી પહોંચી આ વર્ષે ખાદી પેન્ટ શર્ટ રૂમાલ આસન પટા નેતાજી જેવા સદરા ઉપલબ્ધ કરાવાયા છે.તા.2 ઓક્ટોબર 2021 થી 31 માર્ચ 2021 કોરોના કાળ હોવા છતાં 14 લાખ 79 હજાર રૂપિયાની ખાદી અહીંથી લોકોએ ખરીદી હતી.