ખાસ-ખબર સંવાદદાતા
મોરબી સબ જેલમાં સુભિક્ષા અને જીલ્લા ક્ષય કેન્દ્ર તેમજ સિવિલ હોસ્પિટલ મોરબીના સંયુક્ત ઉપક્રમે સબ જેલના તમામ કેદીઓને ટી.બી. જેવા રોગ વિષે માહિતી આપીને જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ બધા જ કેદીઓનું ટીબી, એચઆઈવી, એચસીવી, એચબીવી, આરપીઆર માટે સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું તથા શંકાસ્પદ વ્યક્તિના સ્પોટ સ્પુટમ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત 306 પુરૂષ તથા 05 સ્ત્રી એમ કુલ 312 જેટલા કેદીઓ સામેલ થયા હતા અને કુલ 92 બંદીવાન ભાઈઓનું ઉપર મુજબ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જીલ્લા ક્ષય કેન્દ્ર, ટીબી હેલ્થ સેન્ટર, સિવિલ હોસ્પિટલ, શ્વેતા અને સુભિક્ષા પ્રોજેક્ટના હોદેદારો તેમજ આઈસીટીસી તથા લેબટેક હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સાર્થક બનાવવા મોરબી સબ જેલના ઈન્ચાર્જ અધિક્ષક એલ.એમ.ઝાલા, ઈન્ચાર્જ જેલર એ. આર. હાલપરા તથા હાજર રહેલ તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.