ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં વોર્ડ નંબર 11માં રૂપિયા 55 લાખનાં ખર્ચે સીસી રોડ બનશે. રોડનાં કામનું ધારાસભ્યનાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ધારાસભ્ય ગ્રાન્ટમાંથી જૂનાગઢ શહેરના વોર્ડ-11માં અજમેરી પાર્ક સોસાયટીમાં રૂપિયા 55 લાખના ખર્ચે નવા બનનાર સી.સી.રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય તરીકે દર વર્ષે મળતી રૂપિયા દોઢ કરોડ ગ્રાન્ટ ઉપરાંત વધારાની રૂપિયા 2 કરોડ ગ્રાન્ટ સરકારમાંથી મંજુર કરાવી હતી. આ નાણાં અગાઉ લોકભાગીદારી યોજના અંતર્ગત ફાળવેલા હતાં. જે રૂપિયા 2 કરોડની સામે 70% રાજ્ય સરકારની ગ્રાન્ટનો ઉમેરો થઈ રૂપિયા 10 કરોડના કામ થતા હતા. પરંતુ કોર્પોરેશન દ્વારા આ ગ્રાન્ટ નામંજુર કરવામાં આવી હતી. વર્ષ 2022-23 ના વર્ષમાં વધારાના રૂપિયા 2 કરોડ ધારાસભ્ય દ્વારા સરકારમાંથી મંજુર કરાવ્યાં છે. જે અગાઉના રૂપિયા 2 કરોડ મળી કુલ રૂપિયા 4 કરોડ 100% લેખે વાપરવા આવી રહ્યાં છે.
જૂનાગઢનાં વોર્ડ નં 11માં રૂપિયા 55 લાખનાં ખર્ચે રોડ બનશે
