ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શીખ ધર્મના દસમા ગુરૂ ગોવિંદસિંહજીના વીરપુત્રો બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીની ધર્મની રક્ષા માટે શહાદતને યાદ કરવાના દિવસને આપણે “વીર બાલ દિવસ” તરીકે યાદ કરીએ છીએ જુનાગઢ મહાનગર ખાતે ગુરૂનાનક શાહી ગુરૂદ્વારા અંબિકા નગર ખાતે વીર બાલ દિવસ નિમિત્તે શબ્દ કીર્તન યોજાયો હતો ગોવિંદસિંહજીના જીવન ચરિત્ર તથા તેમના પુત્રોનાં બલિદાન વિશે માહિતી આપવામાં આવેલ હતી. આ તકે જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઈ શમો મહામંત્રી મનનભાઈ અભાણી, કોર્પોરેટર આરતીબેન જોષી, પલ્લવીબેન ઠાકર, યુવા મોરચાના પ્રમુખ વિનસભાઈ હદવાણી, લખનભાઇ કોટક ધર્મેન્દ્રભાઈ નંદવાણી, મહિલા મોરચાના હિરલબેન કોરીયા, આકાશ દવે, કેતન નાંઢા, યોગેશ જેઠવા, પ્રિન્સ હુણ, વિજય વાઢેર તથા કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્યા ની યાદી જણાવે છે.
બલિદાન દિવસ નિમિત્તે ભાજપ આગેવાનની ઉપસ્થિતિમાં ધાર્મિક કાર્યક્રમ યોજાયો
