દિલ્હીથી પ્રયાગરાજ આવતી ફ્લાઇટ 12 ગણી મોંઘી થઈ, પાર્કિંગથી મેળા સુધી રિક્ષા ભાડું 1000 રૂપિયા
ભીડને કારણે, પ્રયાગરાજની શાળાઓમાં 8મા ધોરણ સુધીના વર્ગો ઑનલાઈન લેવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
આજે મહાકુંભનો 41મો દિવસ છે. મેળાના માત્ર હવે 4 દિવસ બાકી છે. સીએમ યોગી આજે નવ કલાક મહાકુંભમાં રહેશે. મહાશિવરાત્રી સ્નાનની તૈયારીઓની સમીક્ષા કરશે. અરૈલમાં ત્રિવેણી ગેસ્ટ હાઉસમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનું સ્વાગત કરશે. નડ્ડા સંગમમાં સ્નાન કરશે.
શનિવારે સવારે 8 વાગ્યા સુધીમાં, 33.10 લાખ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું. અત્યાર સુધીમાં લગભગ 59.64 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. વીકેન્ડ પર, પ્રયાગરાજમાં એન્ટ્રી પોઈન્ટથી શહેરની અંદર સુધી ભારે ટ્રાફિક જામ હોય છે. લોકોને 500 મીટરનું અંતર કાપવામાં લગભગ બે થી ત્રણ કલાકનો સમય લાગી રહ્યો છે.
એન્ટ્રી પોઈન્ટ પર રોકાયેલા ભક્તોએ ઓછામાં ઓછું 10-12 કિમી સુધી ચાલવું પડે છે. જો કે, વહીવટીતંત્ર તેમની સુવિધા માટે શટલ બસો, ઈ-રિક્ષા ઓટોને જવા દે છે. હજારો બાઈકર્સ પણ મુસાફરોને લઈ જઈ રહ્યા છે. પરંતુ, તે તમામ મનસ્વી ભાડું વસૂલી રહ્યા છે.
જ્યારે ઓટો અને ઈ-રિક્ષા ચાલકો પ્રતિ કિમી રૂ. 100 સુધી ચાર્જ કરી રહ્યા છે, ત્યારે બાઇક સવારો રૂ. 50 મનમરજી મુજબ ભાડું વસૂલી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોને એન્ટ્રી પોઈન્ટથી મેળામાં પહોંચવા માટે 500 થી 1000 રૂપિયા ચૂકવવા પડે છે.
સંગમમાં સ્નાન કરતી વખતે લોકો ઊંડાણમાં ન જાય તે માટે જેટીને બેરિકેડ કરવામાં આવી છે. આ બાજુ મોટરબોટ પર પોલીસ અને ગઉછઋના જવાનો તહેનાત છે.
પ્રયાગરાજ પહોંચતા વાહનોને સંગમથી 10 કિમી પહેલા રોકવામાં આવી રહ્યા છે. ત્યારબાદ, લોકોએ બાકીનું અંતર ચાલીને જવું પડશે. આ દરમિયાન, શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે નિર્ણય લીધો છે કે 24 ફેબ્રુઆરીએ 10મા-12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ લેવાશે નહીં. આ દિવસની પરીક્ષા 9 માર્ચે લેવામાં આવશે.
ભીડને કારણે, પ્રયાગરાજની શાળાઓમાં 8મા ધોરણ સુધીના વર્ગો ઓનલાઈન લેવામાં આવશે. પ્રયાગરાજ (ઞઙ-70)માં નોંધાયેલા વાહનોને જ શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે.
- Advertisement -
DGPએ 7 એન્ટ્રી પોઈન્ટ પર 7 અધિકારીઓ તહેનાત કર્યા
DGP પ્રશાંત કુમારે જામનો સામનો કરવા માટે પ્રયાગરાજના 7 એન્ટ્રી પોઈન્ટ પર 7 ઉચ્ચ અધિકારીઓને તહેનાત કર્યા છે. આ અધિકારીઓ પોતપોતાના રૂટની ટ્રાફિક વ્યવસ્થા સંભાળશે. સમયાંતરે રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવશે. ઉૠઙએ શુક્રવારે મેળા અને પ્રયાગરાજ કમિશનરેટ પોલીસના અધિકારીઓ સાથે ટ્રાફિક વ્યવસ્થાપન અંગે બેઠક યોજી હતી. વિગતવાર ચર્ચા પણ કરવામાં આવી છે.