સ્ટેટ મોનિટરિંગ સેલે 3 શખ્સોને ઝડપી 10 સામે ગુનો નોંધ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
- Advertisement -
જૂનાગઢ રાજ્યમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો વેંચાણ થતુ હોવાની અનેક બનાવો સામે આવ્યા છે ત્યારે ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ જે.બી.બારોટ અને તેની ટીમ દ્વારા કેશોદ નજીકના અગતરાય રોડ પર આવેલ નેશનલ હાઇ-વે ચોકડી પાસેથી બાયોડીઝલ અને એલડીઓ તરીકે ઓળખાતા શંકાસ્પદ જવલનશીલ પદાર્થના વિક્રેતાને ત્યાં સ્ટેટ મોનીટરીંગ સેલ અને નાગરીક પુરવઠા વિભાગ નિયામક દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
આ દરોડા સમયે બાયોડીઝલનો જથ્થો ઝડપીને તેને એફએસએલ વિભાગ દ્વારા નમૂના લેવામાં આવ્યા હતા અને સ્થળ પરથી ટ્રક, ડીઝલ ભરવાના મશીન સહિત કુલ રૂા.41,74,570નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ રેઇડ દરમિયાન 3 શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. ત્યારે ગેરકાયદેસર શંકાસ્પદ પદાર્થમાં સંડોવાયેલા કુલ 10 શખ્સો સામે કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જયારે આ કેસની તપાસ એસઓજી પીઆઇ પી.કે.ચાવડા વધુ ચલાવી રહ્યા છે.



