ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.29
હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એસટી નિગમના ચેરમેનને થઈ રજૂઆત સુદામાપુરી એ પ્રવાસનધામ છે પરંતુ આ પોરબંદર સુદામા પૂરી ખાતેથી અન્ય પ્રવચનધામો સુધી જવા માટેની પૂરતા પ્રમાણમાં એસટી બસની સુવિધા નહીં હોવાથી પોરબંદરના યાત્રાળુ અને ફરજિયાત પણે ખાનગી વાહનનો સહારો લેવો પડે છે જેથી ખર્ચ વધી જાય છે માટે એસટી નિગમ દ્વારા લાંબા અંતરની યાત્રાધામોની બસની સુવિધા પોરબંદરને પૂરી પાડવી જોઈએ તેવી માંગ થઈ છે. પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ એસટી નીગમના ચેરમેનને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે સુદામા પુરી પોરબંદર એ સુપ્રસિદ્ધ યાત્રાધામ છે અને અહીંયા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ બહારથી આવે છે. તેમજ પોરબંદરથી પણ અન્ય યાત્રાધામો ખાતે ફરવા માટે અને દર્શનાર્થે અસંખ્ય પોરબંદર વાસીઓ જતા હોય છે પરંતુ પોરબંદરથી અન્ય યાત્રાધામોને જોડતી એસટી બસની સુવિધા અપૂરતી છે.
- Advertisement -
જેના કારણે પોરબંદર વાસીઓને ના છૂટકે ખાનગી વાહનોનો આશરો લેવો પડે છે અને તેના કારણે તોતિંગ ખર્ચ વધી જાય છે. તેમણે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સુધી જવા માટેની એસટી બસની સુવિધા અગાઉ શરૂ થઈ હતી તે બંધ થઈ ગઈ હતી તેને પુન: શરૂ કરવી જોઈએ કારણકે પૂનમ ભરવા અને અમાસ ભરવા માટે પોરબંદરથી અસંખ્ય શ્રદ્ધાળુ સાળંગપુર જાય છે અને હનુમાનદાદાના દર્શન કરે છે કષ્ટભંજન દેવ ને શીશ નમાવીને માનતા પૂર્ણ કરે છે પરંતુ સાળંગપુર સુધીની બસની સુવિધા નહીં હોવાને લીધે ફરજિયાત પણે ખાનગી વાહનનો આશરો લેવો પડે છે. રામદેવભાઈ મોઢવાડિયા એ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે આ દૂરના યાત્રાધામો સુધી જવા માટે પોરબંદર થી ખાનગી વાહનનો આશરો લેવા પડે છે. એસટી બસની પૂરતા પ્રમાણમાં સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો વધુને વધુ પોરબંદરવાસીઓ તેનો લાભ મેળવી શકે તેમ છે માટે વહેલી તકે આ અંગે યોગ્ય કરવું જોઈએ તેવી હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા એ માંગ કરી છે.