જન્મદિવસની ઉજવણી કરી યુવતીએ મોતને વ્હાલું કરી લેતાં પરિવારમાં શોક
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
- Advertisement -
જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારની શ્રીનગર સોસાયટીના બ્લોક નં.95માં રહેતી વૃતિ જીતેશભાઇ વાઘેલા (ઉ.વ.18) નામની યુવતિનો તા.17 ઓગસ્ટે જન્મ દિવસ હતો. 18 વર્ષ પૂર્ણ થયાની ખુશી આ યુવતિએ તેના પરિવારજનો સાથે મનાવી હતી. બાદમાં તે આઇસ્ક્રિમ લેવા જવાનું કહી ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનો ચિંતાતૂર બન્યા હતા. યુવતિ ગુમ થતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેનો કોઇ પત્તો ન લાગ્યો. દરમિયાન, યુવતિ પોતાના ઘર નજીક આવેલી બાલાજી હાઇટસ નામની 13માળની બિલ્ડિંગની અગાસી ઉપર ગઇ હતી.
બાદમાં મોડી રાત્રીના 13માં માળેથી છલાગ લગાવતા અવાજ આવ્યો હતો. આ વિશે પોલીસને જાણ કરવામાં આવતા સી-ડીવીઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પરંતુ યુવતિનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ. આ સમગ્ર મામલે ડીવાયએસપી હિતેષ ધાંધલીયાએ જણાવ્યુ હતુ કે, વૃતિ વાઘેલાએ 12 સાન્યસ પછી નીટની એકઝામ બે વાર આપી હતી પરંતુ બંને વાર જે સ્કોર થવો જોઇએ તે થયો નથી, નબળા સ્કોરને લીધે તેને મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ ન મળતા લાગી આવતા તેણે આત્મહત્યા કરી હોવાનું તેના પરિવારજનોએ જણાવ્યુ હતુ.