ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના શિક્ષણ ક્ષેત્રે છેલ્લાં 60 વર્ષથી અવિરતપણે શિક્ષણ વિકાસ માટે ભગીરથ પુરુષાર્થ દ્વારા ગૌરવભરી પ્રતિષ્ઠા હાંસલ કરનાર મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગુજરાતની અગ્રીમ શિક્ષણ સંસ્થા તરીકે સ્થાન પામી છે.
- Advertisement -
સંસ્થાના આદ્યસ્થાપક, સ્થિતપ્રજ્ઞ સરસ્વતી પુત્ર, સંસ્કાર, સંસ્કૃતિ, શિક્ષણ અને સમાજસેવાનું મૂર્તિમંત સ્વરૂપ, કુનેહબાજ નેતા અને ઉગતા કાર્યકરોના પ્રેરણાદાતા અને શિક્ષણ સેવા જગતના ગુરુ લાભુભાઈ ત્રિવેદીને ગુરૂપૂર્ણિમા નિમિત્તે ટ્રસ્ટ દ્વાર ભાવવંદન કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો.
‘ગુરુ’ લાભુભાઈ ત્રિવેદી એક એવું વ્યક્તિત્વ હતું, જેમણે રાજકોટ શહેરને તેમના શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા રાજકોટને ઉમદા નેતૃત્વ પૂરું પાડ્યું છે. આવા વિદ્યાર્થીઓ કે જેઓ જુદી જુદી સંસ્થાઓમાં તેમજ રાજકીય પક્ષમાં પોતાનું નેતૃત્વ કરી રહ્યા છે, તેમના દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે સર્વે જસવંતસિંહ ભટ્ટી, મહેશ ચૌહાણ, રાજભા જાડેજા, જેન્તીભાઈ કાલરિયા, દિલીપભાઈ પટેલ, અશોકભાઈ ડાંગર, જીતુભાઈ ભટ્ટ, નિદત્તભાઈ બારોટ, અર્જુનસિંહ રાણા, ડો. હરદેવસિંહ જાડેજા, ડો. રાજદિપસિંહ જાડેજા (રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ), કેતનભાઈ જોષી, ડો. દિનેશ ચોવટીયા, જીમ્મીભાઈ અડવાણી, ડો. જૈનિથ, પરષોતમભાઈ પીપળીયા, યોગેન્દ્રસિંહ ચુડાસમા, અશોકસિંહ વાઘેલા, મહેશભાઈ રાજપુત, વશરામભાઈ સાગઠીયા, ડો. હેમાંગભાઈ વસાવડા, અતુલભાઈ રાજાણી, ભરતભાઈ દોશી, હરિવંદના કોલેજ સ્ટાફ પરિવાર, નિરૂભા વાઘેલા, લાધાભાઈ, કલાધરભાઈ આર્ય, ભીમાભાઈ કેશવારા (મેર), ડી. પી. મકવાણા, હબીબભાઈ કટારીયા, વિજયભાઈ ચૌહાણ, ભરતસિંહ જાડેજા તથા રાજકોટ શહેરના પ્રતિષ્ઠિત અગ્રણીઓ તથા શુભેચ્છકોએ ‘ગુરુ’ લાભુભાઈ ત્રિવેદીને ભાવવંદના કરી હતી.