હડાળા અને રતનપર વચ્ચે અજાણ્યા કારચાલકે બાઈકને ઠોકરે લેતા સર્જાયેલી કરુણાન્તિકા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મોરબી રોડ પર હડાળા અને રતનપર ગામ વચ્ચે હિટ એન્ડ રનની ઘટનામાં કોઠારીયા પોસ્ટઓફિસના પોસ્ટમેનનું મોત નિપજ્યું છે તે મોરબીમાં રહેતાં અને રાજકોટ ખાતે નોકરી માટે અપડાઉન કરતાં હતાં.
- Advertisement -
જાણવા મળ્યા મુજબ મોરબીમાં ક્ધયા છાત્રાલય રોડ પર ધર્મવિજય સોસાયટી શિવમ્ હાઇટ્સમાં રહેતાં રાજેશભાઇ શીવલાલભાઇ સુરાણી ઉ.54 ગઇકાલે પોતાનું હોન્ડાશાઇન બાઇક જી જે 0 3 એફ જે 1263 લઈને મોરબીથી રાજકોટ તરફ આવી રહ્યા હતાં ત્યારે મોરબી રોડ હડાળાથી રતનપર ગામ તરફના રસ્તે પેટ્રોલ પંપ નજીક અજાણી ફોરવ્હીલનો ચાલક તેમને બાઇક સહિત ઉલાળીને ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતાં પરંતુ ત્યાં તેમનું મૃત્યુ થયું હતું બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના લક્ષ્મણભાઇ મહાજન સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી પોલીસે મૃત્યુ પામનાર રાજેશભાઇના પુત્ર મેહુલ રાજેશભાઇ સુરાણી ઉ.29ની ફરિયાદ પરથી ગુનો નોંધી જીવલેણ અકસ્માત સર્જી નાસી છૂટેલા કારચાલકની શોધખોળ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં રાજેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના અને રાજકોટના કોઠારીયાની પોસ્ટઓફિસમાં પોસ્ટમેન તરીકે નોકરી કરતાં હતાં તે બાઇક પર દરરોજ નોકરી માટે અપડાઉન કરતાં હતાં ગઇકાલે નોકરીએ આવવા નીકળ્યા ત્યારે આ બનાવ બન્યો હતો તેમને સંતાનમાં બે પુત્ર છે મોભીના મોતથી સુરાણી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.