એક વર્ષથી નવનાલા નદી પરનો રિવરફ્રન્ટ તૈયાર પણ નેતાઓ લોકાર્પણ કરે તેની રાહમાં
કરોડોના ખર્ચે તૈયાર થયેલ રિવરફ્રન્ટ ધૂળ ખાઈ છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેરના નવનાલા નદી પરનો રિવરફ્રન્ટ છેલ્લા એક વર્ષથી તૈયાર જોવા મળી રહ્યો છે.પણ જાણે રિવરફ્રન્ટને ગ્રહણ લાગ્યું હોઈ તેમ હજુ સુધી કોઈ નેતા રિવરફ્રન્ટનું લોકાર્પણ કરવા ફરક્યા નથી એક તરફ રાજ્ય સરકાર કરોડો રૂપિયા ખર્ચીને વિકાસ કાર્યો કરે છે.તો બીજી તરફ તૈયાર થયેલ રિવરફ્રન્ટ નેતાઓ ક્યારે લોકાર્પણ કરશે તેવા સવાલો સ્થાનિક લોકો કરી રહ્યા છે.
માણાવદરમાં નવનાલા નદી પરનો રિવરફ્રન્ટનો નયનરમ્ય આકાશી નજારો જોવા મળે છે.એક બાજુ નવનાલા નદી છલોછલ ભરેલી જોવા મળે છે બીજી તરફ નદી કાંઠે બનાવેલ રિવરફ્રન્ટ કંઈક નજારો અલગ જ જોવા મળે છે જાણે કોઈ મેગા સીટી અથવા હિલ સ્ટેશન હોઈ તેવો નજારો રિવરફ્રન્ટનો લાગે છે.પણ એક વર્ષથી તૈયાર થયેલ રિવરફ્રન્ટ હાલતો લોકાર્પણની રાહ જુવે છે.અને સ્થાનિક શહેરીજનો પણ આ ચોમાસાની ઋતુમાં પરિવાર સાથે રિવરફ્રન્ટ પર ફરવા જવું છે.ત્યારે હજુ સુધી ખુલ્લો નહિ મુકતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.હવે કયારે ખુલ્લો મુકાશે તેતો ખબર નથી ક્યાંક એવું બને કે, જયારે રિવરફ્રન્ટ ખુલ્લો મુકાય ત્યારે રિવરફ્રન્ટ પર મુકાયેલ લાઈટ પોલ, બેસવાના બાકડા સહીતની ચીજવસ્તુ બિસ્માર હાલતમાં થયા બાદ ખુલ્લો મુકાશે તેવા અનેક સવાલો લોકો કરી રહ્યા છે.