એનર્જી ગ્રુપના ઉદ્યોગપતિ ફારૂક પટેલે રૂા. 11.16 લાખમાં પેઇન્ટિંગ્સ ખરીદ્યા!
કેદીઓના બનાવેલા ચિત્ર માટે સુરતીઓનો અભૂતપૂર્વ ઉત્સાહ
- Advertisement -
સુરતમાં કેદીઓએ બનાવેલા પેઇન્ટિંગ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિહાળ્યા
બે જ કલાકમાં 130 પેઇન્ટિંગ વેચાઈ ગયા
ખાસ-ખબર સંવાદદાતા
સુરતમાં આજે લાજપોર જેલના કેદીઓ દ્વારા તૈયાર કરાયેલા 130 પેઇન્ટિંગોનું અનોખું ચિત્ર પ્રદર્શન યોજાયું હતું. આ તમામ પેઇન્ટિંગોની જુદી જુદી કિંમત રાખવામાં આવી હતી અને આ પ્રદર્શન થકી લોકો તેને ખરીદી શકે તે માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચાર દિવસના આ એક્ઝિબિશનને ખુલ્લું મૂક્યું હતું. ત્યારે એક્ઝિબિશન ખુલ્લું મુકાયા ના બે જ કલાકમાં પ્રદર્શનમાં મુકાયેલા તમામ ચિત્રો વેચાઈ ગયા હતા. સુરતના કેપી એનર્જી ગ્રુપના ઉદ્યોગપતિ ફારૂક પટેલે કેદીઓએ બનાવેલા તમામ પ્રિન્ટિંગો ખરીદી લઈ 11.16 લાખ જેટલી રકમ ચૂકવી આપી હતી. એટલું જ નહીં તેમણે પેઇન્ટિંગ ખરીદ્યા બાદ પણ ચાર દિવસ એક્ઝિબિશન શરૂ રાખ્યું હતું. લખાયેલી કિંમત કરતા વધુ કિંમત આપી કોઈ લઈ જતું હોય તો તેને તે પેઇન્ટિંગ આપી દઈ તે તમામ રકમ પણ જેલના કેદીઓ અને કેદી ફંડમાં આપવાની જાહેરાત કરી છે.
- Advertisement -
સુરતમાં યોજાયેલા કેદીઓ દ્વારા બનાવેલા પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં સુરતીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરતના જુદા જુદા ક્ષેત્રના અનેક ઉદ્યોગપતિઓ સામાન્ય નાગરિકો અને સામાજિક આગેવાનો સહિત સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ કેદીઓ દ્વારા બનાવેલ ચિત્ર પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ અનોખા ચિત્ર પ્રદર્શનને ખુલ્લું મુકાયા બાદ લોકોએ ચિત્ર માટે અનોખો રસ દાખવ્યો હતો. કેદીઓએ જેલની અંદર રહી બનાવેલા ચિત્રો પાછળની કહાની અને પેઇન્ટિંગ ના રૂપિયા તેમના પરિવાર અને કેદી વેલ્ફેર ફંડમાં ઉપયોગ થતા હોવાનું જાણ થતા સુરતીઓએ આ પેઇન્ટિંગ ખરીદવામાં અજબનો ઉત્સાહ બતાવ્યો હતો.
સામાન્ય સંજોગોમાં યોજાતા પ્રિન્ટિંગના એક્ઝિબિશન કે પેઇન્ટિંગ ઓપ્શનમાં પણ જેટલા જલ્દી પેઇન્ટિંગ વેચાતા નથી. તેની કરતાં ઝડપથી કેદીઓએ બનાવેલા 130 જેટલા પેઇન્ટિંગ વેચાઈ ગયા હતા. ચાર દિવસ યોજાયેલા આ એક્ઝિબિશનમાં રાખવામાં આવેલા તમામ પેઇન્ટિંગ એક્ઝિબિશન શરૂ થતાની સાથે માત્ર બે કલાકની અંદર જ તમામ પેઇન્ટિંગ વેચાઈ ગયા હતા. હર્ષ સંઘવી એક્ઝિબિશન ખુલ્લું મૂક્યું અને તમામ લોકો આ એક્ઝિબિશન જોવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે હાજર ઉદ્યોગપતિ સામાજિક આગેવાનો સમાજ આગેવાનો દ્વારા મનપસંદ પેઇન્ટિંગ ખરીદવા માટે તૈયારી બતાવી હતી. જોકે, આ બધાની વચ્ચે માત્ર એક જ વ્યક્તિએ તમામ પેઇન્ટિંગની ખરીદી કરી લીધી હતી.
▪️કુલ ૫૩ બંદિવાનો દ્વારા ૧૩૦ થી પણ વધુ કલાત્મક કેનવાસ ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે.
▪️બંદિવાનોના પુનઃસ્થાપન અને રોજગારી પ્રવૃત્તિના ભાગરૂપે થતી સ્કિલ ડેવલોપમેન્ટ પ્રવૃત્તિની અંતર્ગત આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
▪️ રાજ્ય સરકાર બંદિવાનોની સર્જનાત્મકતાને યોગ્ય દિશા… pic.twitter.com/vFMzYhb8l1
— Harsh Sanghavi (@sanghaviharsh) August 19, 2023
કેદીઓએ સ્ટ્રેસ વચ્ચે પણ સુંદર પેઇન્ટિંગો બનાવ્યા
કેપી એનર્જીના ફાઉન્ડેશન ફારૂક પટેલે જણાવ્યું હતું કે, લાજપોર જેલ દ્વારા કેદીઓએ બનાવેલા 130 પેઇન્ટિંગનું આજથી એક્ઝિબિશન શરૂ થયું ત્યારે અમે તે જોવા ગયા તે સમયે ચોક્કસ પણે મને એવું થયું કે સમાજને માટે અન્ય લોકો જે રીતે કાર્ય કરી રહ્યા છે, તેમાં આપણે પણ ભાગ લઈ શકીએ. તે આશયથી તમામ પેઇન્ટિંગો મેં ખરીદ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, કેદીઓ દ્વારા જેલની અંદરના આટલા સ્ટ્રેસની વચ્ચે પણ આટલા સુંદર પેઇન્ટિંગો બનાવ્યા છે તો જરૂર આપણે તેને સારાહવું જોઈએ. કોઈપણ રીતે આપણે સમાજને મદદરૂપ થઈએ તે હેતુથી પેઇન્ટિંગોની ખરીદી કરી છે. આ સાથે કહ્યું કે, ચાર દિવસ એક્ઝિબિશન જરૂરથી ચાલશે, પરંતુ જો કોઈને તેની કિંમત કરતાં વધારે કિંમત આપીને બંદીવાનોને મદદ કરવી હશે તે પેઇન્ટિંગોની 5,000થી લઈને 25,000 રૂપિયા સુધીની કિંમતની વધુ કિંમત રકમ ચૂકવી પેઇન્ટિંગ ખરીદી શકે છે.
આ વધારાની તમામ રકમ પણ જેલ પ્રશાસન દ્વારા નક્કી કરાયેલ મુજબ કેદી વેલ્ફેર ફંડ અને બંદિવાનોના પરિવારોને મળશે.