માલીયાસણ ચોકડી પાસેથી 44 હજારના મુદ્દામાલ સાથે કરી ધરપકડ
અત્યાર સુધીમાં મંદિરમાં ચોરી થયાના ચાર ગુના નોંધાઈ ચૂક્યા છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
રાજકોટ તાલુકાનાં બેડી, નવાગામ, ઢાંઢણી સહિતના નાના ગામડાઓના પાદરમાં આવેલા મંદિરોમાંથી ચાંદીના છતર સહિતની વસ્તુઓની ચોરી થતી હોવાના ચાર બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે કુવાડવા રોડ પોલીસે તમામ ગુનામાં એક જ આરોપી હોય જે સીસીટીવીમાં કેદ થઈ ગયો હોય તપાસ વેગવંતી કરી હતી અને એક, બે નહીં 14 ચોરીને અંજામ આપનાર મયુરભાઈ શાંતિલાલ ગોંઢાને માલીયાસણ ચોકડી પાસેથી 43,880 રૂપિયાના ચાંદીના મુદામાલ સાથે ઝડપી પાડ્યો છે પોલીસે ચોપડે નોંધાયેલા 4 મંદિર ચોરીના ભેદ ઉકેલાઈ ગયા છે આરોપીઓએ કુલ 14 મંદિરમાં ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ વી આર રાઠોડ સહિતના સ્ટાફે આરોપીની પૂછતાછ કરતાં પોતે રાજકોટ શહેર-જિલ્લામાં આવેલા મંદિરોમાં દિવસના સમયે જ્યારે લોકોની અવરજવર ઓછી હોય ત્યારે દર્શન કરવાના ભણે જતો હતો અને બાદમાં ચાંદીના નાના મોટા છતરોની ચોરી લેતો હતો.
આરોપીએ આપેલી 14 ગુનાની કબૂલાત
- Advertisement -
1 : આજીડેમના કાંઠે મોગલા માના મંદીરેથી ચાંદીના એક છતરની ચોરી
2 : બેડી ગામે અને મેલડી માના મંદીરે, સરધારીયા પરમારના માતાજીના મઢમાંથી ચાંદીના છતરની ચોરી
3 : નવાગામ દિવેલીયાપરામાં આવેલા ખોડીયાર મંદીરમાથી ચાર ચાંદીના છતરની ચોરી
4 : સરધાર ગામે મોમાઈ માતાના મંદિરમાંથી એક ચાંદીના છતરની ચોરી
5 : મોરબી રોડ પર મીતાણા ગામે મેલડી માતાના મંદિરમાથી 5 ચાંદીના છતરની ચોરી કરી
6 : બેડી ગામે મેલડી માતાના મંદીરેથી નાના મોટા ચાંદીના છતરની ચોરી કરી
7 : ગોંડલ હાઇવે ઉપર રવેચી માતા અને ગાત્રાળા માતાના મંદીરમાંથી ચાંદીના છતરની ચોરી
8 : હરીપર પાળ ગામે એક મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી
9 : પારડી ગામે હનુમાનજી મંદિર, શની મહારાજના અને મેલડીમાના મંદિરમાંથી છતરની ચોરી
10 : રાજકોટ માર્કેટ યાર્ડમાં આવેલા મલેડીમાના મંદિરમાથી ચાંદીના છતરની ચોરી
11 : ત્રંબાગામે મહાદેવ અને સતીમાના મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી
12 : ઢાંઢણી ગામે મોગલમાના મંદીરમાંથી મોટા છતરની ચોરી
13 : પાળ ગામે જખરાપીરના મંદીરમાંથી ચાંદીના ત્રણ છતરની ચોરી
14 : સડક પીપળીયા ગામે સુરાપુરાના મંદીરમાંથી નાના યાંદીના છતરની ચોરી