ઈવેન્ટમાં એકત્રિત રકમથી રમઝાનમાં લોકોને જમવાનું દાન કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
દુબઈમાં ‘મોસ્ટ નોબલ નંબર્સ’ની હરાજીમાં કારની નંબર પ્લેટ ઙ7 રેકોર્ડ 55 મિલિયન દિરહામ (આશરે રૂ. 1,22,61,44,700)માં વેચાઈ હતી. શનિવારે રાત્રે યોજાયેલી હરાજીમાં 15 મિલિયન દિરહામથી બોલી શરૂ થઈ હતી.
- Advertisement -
સેક્ધડોમાં, બિડિંગ 30 મિલિયન દિરહામને પાર કરી ગઈ. એક તબક્કે 35 મિલિયન દિરહામ સુધી પહોંચ્યા પછી બિડિંગ થોડા સમય માટે બંધ થઈ ગઈ. ટેલિગ્રામ એપના સ્થાપક અને માલિક ફ્રેન્ચ અમીરાતી બિઝનેસમેન પાવેલ વેલેરીવિચ દુરોવે આ બિડ લગાવી હતી. ફરી એકવાર બોલી ઝડપથી વધીને 55 મિલિયન દિરહામ સુધી પહોંચી ગઈ. આ બિડ પેનલ સેવન દ્વારા લગાવવામાં આવી હતી, જેમણે અનામી રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જુમેરાની ફોર સીઝન હોટલમાં આયોજિત આ કાર્યક્રમમાં અન્ય કેટલીક ટઈંઙ નંબર પ્લેટ્સ અને ફોન નંબરોની પણ હરાજી કરવામાં આવી હતી. હરાજીમાંથી લગભગ 100 મિલિયન દિરહામ (27 મિલિયન) એકત્રિત કરવામાં આવ્યા હતા, જે રમઝાન દરમિયાન લોકોને ખવડાવવા માટે આપવામાં આવશે. કારની પ્લેટો અને વિશિષ્ટ મોબાઈલ નંબરોની હરાજીમાં કુલ 97.92 મિલિયન દિરહામ ઊભા થયા હતા. ઈવેન્ટનું આયોજન અમીરાત ઓક્શન, દુબઈની રોડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી અને ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ એતિસલાત અને ડુ દ્વારા કરવામાં આવ્યું હતું.