સીસીટીવીમાં કેદ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ: પોલીસે તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની પીડીએમ કોલેજ નજીક રહેતાં અને રિક્ષા લે-વેંચનું કામ કરતાં પિયુષભાઇ નરોત્તમભાઇ દત્તાએ અજાણ્યા શખ્સ સામે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી પાસે મારૂતિ બ્રેઝા કાર સફેદ રંગની છે જેના નંબર જીજે03કેએચ-3576 છે મારી કાર થોડા દિવસ પહેલા મેં મારા મિત્ર ખોડિયારનગરમાં રહેતા જેરામભાઇ પીઠાભાઇ જોગરાણાને ફેરવવા આપી હતી દરમિયાન આજે વહેલી સવારે મિત્ર જેરામભાઇએ ફોન કરીને કહ્યું હતું કે હું તમારી કાર લઇને રાત્રે નવરાત્રીમાં ગયો હતો અને મોડી રાત્રે ઘર પાસે પાર્ક કરી દીધી હતી સવારે પાડોશીએ મને જાણ કરી હતી કે કાર સળગે છે જેથી હું તરત બહાર નીકળ્યો હતો અને પાણી નાખી આગ બુઝાવી હતી કારમાં આગળ-પાછળના ભાગે નુકસાની થઇ હતી આ આગ કેવી રીતે લાગી? તે જાણવા અમે સોસાયટીમાં લગાવેલા સીસીટીવી ચેક કરતાં સવારે એક અજાણ્યો શખ્સ હાથમાં કંઇક જ્વલનશીલ પ્રવાહી લઇને આવતો અને કાર ઉપર છાંટી આગ લગાડી ભાગી જતો જોવા મળ્યો હતો જેથી ફરિયાદ નોંધાવતા પીઆઇ જીગ્નેશ દેસાઇની રાહબરીમાં તપાસ શરૂ કરવામાં આવી છે જેરામભાઇ જોગરાણાના પિતા પીઠાભાઇ જોગરાણા વોર્ડ નં. 13ના કોંગ્રેસના મહામંત્રી છે કાર કોણે અને શા માટે સળગાવી? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.