‘ડિસીસ એકસ’ નામ અપાયું; 5 કરોડથી વધુ લોકોના મોતનો ભય: ડેઈલી મેલનો રીપોર્ટ
વિશ્વ 2020-21 ના વર્ષમાં જે રીતે કોરોનાની મહામારીમાંથી હવે બહાર આવી ગયુ છે તે સમયે બ્રિટનની ટાસ્ક ફોર્સનાં વડા ડેમ કેવિ બ્રિગહામે હવે નવી મહામારી ફરી આવી રહી છે અને તે માર્ગમાં જ છે અને તેનાથી 5 કરોડ લોકોના મોત થવાની શકયતા છે. બ્રિટીશ અખબાર “ધી ડેઈલ મેઈલ” એક વાતચીતમાં બિંગહામે જણાવ્યું છે.
- Advertisement -
વિશ્વ કોવીડમાં હજુ પણ નસીબદાર રહ્યું છે.પણ જે મહામારી આવી રહી છે તેમાં કેટલું નસીબદાર હશે તે પણ પ્રશ્ર્ન છે. વિશ્વ આરોગ્ય સંસ્થામાં નવી મહામારીને ‘ડીસીસ-એકસ’ નામ આપ્યું છે અને નિષ્ણાંતો કહે છે કે તે માર્ગમાં જ છે અને કોવીડમાં વિશ્વમાં જેટલા લોકોના મોત થયા તેના કરતાં અનેકગણા મોત આ નવી મહામારીમાં થઈ શકે છે. તેઓ બ્રિટનની વેકસીન ટાસ્કફોર્સનાં વડા છે.તેમણે વધુ ઉમેયુર્ં કે નવી મહામારી હાલનાં જ વાયરલમાંથી સર્જાઈ શકે છે. તેઓએ કહ્યું કે 1918-19 ના ફલુની જે મહામારી હતી તેમાં 5 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા.
જે પ્રથમ વિશ્વયુદ્ધમાં દુનિયાએ જે ખુવારી સહન કરી તેનાથી પણ ડબલ હતી. હવે આવી જ મહામારી હાલના જ કેટલાક વાયરસના કારણે સર્જાઈ શકે છે. અગાઉ કરતા હાલ વાયરસ વધુ ઝડપથી બેવડા થઈ રહ્યા છે અને તેમાં મ્યુટેશન પણ વધી ગયું છે અને પૃથ્વી પર જે જીવસૃષ્ટિ છે તેના કરતા વાયરસની સંખ્યા વધુ છે. જો કે તેમાં તમામ માનવ જાત માટે ખતરો નથી પણ હજારો એવા વાયરસ છે જે હવે વધુ મહામારી સર્જી શકે તેટલા શક્તિશાળી બનવા લાગ્યા છે અને જે પ્રાણીઓમાંથી માનવીમાં ચેપ સર્જે છે તેની હજુ ગણતરી થતી નથી.