- 27માંથી 1 બાળકનું પાંચમા જન્મદિવસ પહેલા મૃત્યુ
એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં સમગ્ર વિશ્વમાં દર 14 સેકન્ડે એક નવજાતનું મૃત્યુ થાય છે. અને દર છ સેકન્ડે પાંચ વર્ષથી ઓછી ઉંમરના એક બાળકે પોતાનો જીવ ગુમાવ્યો.
આ રિપોર્ટ યુનાઈટેડ નેશન્સ એજન્સી ગ્રુપ ફોર ચાઈલ્ડ મોર્ટાલિટી એસ્ટીમેશન દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે, વર્ષ 2000ના અનુમાનની તુલનામાં વિશ્વમાં બાળ મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ સ્થિતિ હજુ પણ ખરાબ છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2022માં લગભગ 50 લાખ બાળકોએ જીવ ગુમાવ્યો હતો. રિપોર્ટમાં આ મૃત્યુ માટે ન્યુમોનિયા, સ્ટ્રોક, મેલેરિયા અને ડાયેરિયા અને ક્લાઈમેટ ચેન્જને જવાબદાર ગણવામાં આવ્યું છે. 1990 ના અંદાજ મુજબ બાળકો ના મૃત્યુમાં 62 ટકાનો ઘટાડો થયો છે, પરંતુ તેણે ચેતવણી પણ આપી છે કે, વિકાસશીલ દેશોમાં આ આંકડો વધુ ખરાબ થવાની સંભાવના છે. આ મૃત્યુ માટે માતાઓને જરૂરી પોષણ અને તબીબી સુવિધાઓના અભાવને કારણે અસમાનતા વધી રહી છે.
- Advertisement -
આફ્રિકામાં વધુ મૃત્યુ
સબ-સહારન આફ્રિકા જેવા દેશોની સ્થિતિને ચિંતાજનક ગણાવવામાં આવી છે. અહીં મૃત્યુ લગભગ 1 મિલિયન પર સ્થિર છે, પરંતુ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો મૃત્યુનો મોટો બોજ સહન કરી રહ્યા છે. આ પ્રદેશમાં 28 દિવસથી ઓછી વયના બાળકોમાં મૃત્યુદર 28 દિવસથી ઓછી ઉંમરના 1,000 બાળકો દીઠ 46 મૃત્યુનો હતો, જે 28 દિવસથી ઓછી વયના 1,000 બાળકો દીઠ 20 મૃત્યુની વૈશ્વિક સરેરાશ કરતાં બમણા કરતાં વધુ હતો.
ગ્રામીણ વિસ્તારોમાં ખતરો વધુ
સંશોધકો માને છે કે રોગો સામે સમયસર રસીકરણ, જન્મ સમયે કુશળ આરોગ્ય કર્મચારીઓની ઉપલબ્ધતા, વહેલું અને સતત સ્તનપાન, બાળપણના રોગોનું નિદાન મૃત્યુની સંખ્યામાં ઘટાડો કરી શકે છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા બાળકોમાં તેમના શહેરી સમકક્ષો કરતાં 5 વર્ષની વય પહેલા મૃત્યુનું જોખમ વધુ છે.
આગામી છ વર્ષમાં આંકડો વધશે
વર્ષ 2030 પહેલા 5 વર્ષથી ઓછી ઉંમરના 3.5 કરોડ બાળકો પોતાનો જીવ ગુમાવશે. આ સબ-સહારન આફ્રિકામાં મૃત્યુની સૌથી વધુ સંખ્યા હશે. અને ચેતવણી આપી હતી કે દેશ સમયસર યુનાઈટેડ નેશન્સ દ્વારા નિર્ધારિત જઉૠ લક્ષ્યાંકોને પૂરો નહીં કરે. જો જઉૠ લક્ષ્યાંકો પૂરા થાય તો 9 મિલિયનથી વધુ બાળકો જ જીવિત રહેશે.
- Advertisement -
2022માં દર છ સેકન્ડે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકનું મૃત્યુ થયા
► ન્યુમોનિયા, સ્ટ્રોક, મેલેરિયા અને ઝાડા મૃત્યુના મુખ્ય કારણો છે.
► અહેવાલમાં 1990ના અંદાજની સરખામણીમાં બાળ મૃત્યુદરમાં 62 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે, પરંતુ પરિસ્થિતિ ચિંતાજનક.