જૂના સચિવાલયમાં ક્રમશ 8 બ્લોક તૈયાર કરાશે
પહેલા તબક્કામાં 100 કરોડના ખર્ચે બે બ્લોક તૈયાર કરાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગાંધીનગરના જીવરાજ મહેતા એટલે કે જૂનું સચિવાલય ભવન છે તેની જગ્યાએ હવે નવું ભવન બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. મળી રહેલી માહિતિ અનુસાર જીવરાજ મહેતા ભવનમાં આવેલા વિવિધ બિલ્ડિંગ અને કચેરીઓ ખૂબ જૂના અને જર્જરિત થયા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નવું ભવન તૈયાર કરવાનો પ્લાન છે તેમાં જૂના સચિવાલયમાં ક્રમશ 8 બ્લોક તૈયાર કરવામાં આવશે. પહેલા તબક્કામાં 100 કરોડના ખર્ચે 2 બ્લોક તૈયાર કરાશે. ટેન્ડરિંગની પ્રક્રિયા પણ જલ્દી શરૂ કરાશે. ઉલ્લેખનીય છે તે જૂનું બિલ્ડિંગ જેમ છે તેમ રાખીને નવું સ્ટ્રક્ચર બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. નવું બિલ્ડિંગ તૈયાર થશે પછી જ જૂના બિલ્ડિંગને તોડી પાડવાની કામગીરી કરાશે.
હાલમાં જે જૂનું સચિવાલય છે તેમાં 20 બ્લોક આવેલા છે. હવે નવા સ્ટ્રક્ચરમાં 3 માળના બદલે 8 માળનું નવું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર શહેરની સ્થાપના 2 ઓગસ્ટ 1965ના રોજ થઇ અને વર્ષ 1971માં પાટનગર ગાંધીનગરની જાહેરાત કરવામાં આવી હતી. 1976માં જૂના સચિવાલય એટલે કે ડો. જીવરાજ મહેતા ભવનથી ગુજરાતનો વહીવટ શરૂ કરવામાં આવ્યો હતો.



