રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ: 144 કરોડના વિકાસ કામોને બહાલી
નવા ભળેલા વિસ્તારો ઘંટેશ્ર્વર, નાગેશ્ર્વર અને મનહરપુરમાં પાણીની સમસ્યા નહીં રહે: ન્યારા ગામમાં 342 લાખ લિટરની ક્ષમતાનો સમ્પ બનશે
- Advertisement -
ગાંડી વેલ દૂર કરવા માટે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા થશે, નવા બનેલા એસ્ટ્રોન નાલામાં 15.51 લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે પાઈપલાઈન નખાશે
63માંથી 60 દરખાસ્ત મંજૂર, 2 નામંજૂર અને એકમાં રિ-ટેન્ડરની પ્રક્રિયા થશે, વોર્ડ નં-11માં પરસાણા ચોકથી કણકોટ સુધી પાક્કો રસ્તો બનશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં કુલ 144 કરોડના વિકાસકામોને બહાલી આપવામાં આવી હતી. આ બેઠક યોજાઈ તે પહેલા સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બરોએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળ્યું હતું. ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં રાજકોટમાં નવા ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર માટે રૂ. 21.55 કરોડ, આર્ટ ગેલેરીના ભાડા, 104 કરોડના ખર્ચે ખાડા પુરવા, નવા રોડ પેવિંગ બ્લોક સહિતની વિકાસ કામોની જુદી-જુદી 63 જેટલી દરખાસ્તો અંગે નિર્ણય લેવાયો હતો. જેમાં કુલ 2 દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી છે. જેમાં રાજકોટ ક્લાઈમેટ રેસિલિયન્ટ સેલ ઉભુ કરવા અને કેપેસિટી બિલ્ડિંગ પ્રોજેક્ટ ઓન લો અને મહાનગરપાલિકા વચ્ચે એમઓયુ કરવા માટેની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. આ સિવાય સ્માર્ટ સિટીથી કાલાવાડ રોડ સુધીના રસ્તાને 44.79 કરોડના ખર્ચે થ્રી લેન કરવામા આવશે. જ્યારે જામનગર રોડથી સ્માર્ટ સિટીના રસ્તાને ડેલવપ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
વોર્ડ નં-17માં વિરાટનગર, પારડી રોડ પર ફાયર સ્ટેશન તથા સ્ટાફ ક્વાર્ટ્સ બનાવવા માટે 21.55 કરોડ મંજૂર કર્યા છે. નવા રિંગ રોડ પર સ્માર્ટ સિટીથી કટારીયા ચોક, કાલાવડ રોડ પાર્ટ-4માં નવો રોડ વિકસાવવાની દરખાસ્ત બેઠકમાં રજૂ કરાઈ છે. ૠજઝ સહિત રૂ. 46.85 કરોડનું એસ્ટીમેટ 3.9 કિલોમીટરના રોડ માટે મંજૂર કરાયું હતું. જેમાં કેરેજ-વે, સ્ટોર્મ વોટર લાઇન અને 3 પાઈપ કલ્વર્ટના કામોથી અડધો લાખ વાહનચાલકોને ફાયદો થશે. આ માટેના રી-ટેન્ડરમાં ક્લાસિક નેટવર્ક દ્વારા 4.32% ડાઉન ભાવથી કામ કરવાની ઓફર અપાતા, રૂ. 44.79 કરોડના ખર્ચે આ કંપનીને કામ આપવા દરખાસ્ત મંજૂર કરાઈ છે. જ્યારે ડ્રેનેજ વોટરના ઓપરેશન અને મેનેજમેન્ટ સેલ હસ્તકની રિક્ષાઓના 5 વર્ષના કોન્ટ્રાક્ટ માટે 8.47 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. વોર્ડ નં-4માં પ્રાઈવેટાઝેશનથી ભૂગર્ભ ગટરોની ફરિયાદના નિકાલ માટે 28.66 લાખ અને રાજનગરના કોમન પ્લોટમાં જનભાગીદારીથી પેવિંગ બ્લોકના કામ માટે 12.44 લાખ મંજૂર કર્યા છે. ડો. દસ્તુર માર્ગ સામેના પુલ હેઠળ વરસાદી પાણીના નિકાલ માટે પાઈપલાઈન પથરાશે
ન્યુ રાજકોટના પશ્ચિમ ઝોન હેઠળના 6 વોર્ડમાં ડામર કાર્પેટ અને રી-કાર્પેટ માટે રૂ. 104.33 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ચોમાસામાં ખાડા પૂરવા સહિતની કામગીરી સમયસર પૂર્ણ કરવા માટે આ જ કામમાં વધુ 2 પેવર રોડ કંપનીઓને જોડવાનો નિર્ણય લેવાયો છે. વોર્ડ નં. 1, 8, 9, 10, 11 અને 12માં 2 વર્ષ માટે રસ્તા, ડામર અને રી-કાર્પેટનું કામ ક્લાસિક નેટવર્ક કંપનીને રૂ. 104.33 કરોડમાં આપવામાં આવ્યું છે. ચોમાસામાં કાર્પેટ અને રી-કાર્પેટનું કામ સમયસર પૂર્ણ કરવું જરૂરી હોવાથી, પવન ક્ધસલ્ટન્સી અને રાજ ચામુંડા ક્ધસલ્ટન્સી પાસેથી આ કામમાં જોડાવા માટે સંમતિ માંગવામાં આવી છે. તેઓએ મંજૂર થયેલા 12% ઓન ભાવે ટેન્ડરની શરતો મુજબ કામ કરવા તૈયારી દર્શાવી છે.
વોર્ડ નં. 11માં પરસાણા ચોકથી કણકોટ ગામ સુધી 24 મીટરનો ઝઙ રોડ વિકસાવવા ટેન્ડર બહાર પાડવામાં આવતા, શ્રીજી દેવકોન દ્વારા 3.15% ઓછા ભાવ અપાયા છે. આથી રૂ. 8.58 કરોડના ખર્ચે આ રોડ પણ વિકસાવવા દરખાસ્ત આવી છે. માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જતા નદીમાં ઉગી ગયેલી ગાંડી વેલની વનસ્પતિ દૂર કરવા માટે નવા ધોરણ માટે રિ ટેન્ડર કરવામાં આવશે. આની પહેલા ક્લીનટેક કંપનીને 2 વર્ષ માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો પરંતુ તેની કામગીરી નક્કર ન હોવાથી હાલનો કોન્ટ્રાક્ટ તેમનો નામંજૂર કરાયો છે.
ભાડે આપતી સાયકલને સ્ક્રેપમાં આપી મનપા આવક ઉભી કરશે
રાજકોટ મહાનગરપાલિકા આવક માટે સોરઠિયા સર્કલ પાસે આવેલા પબ્લિક ટોયલેટને 10 વર્ષ માટે ભાડે આપશે જેનાથી મનપાને 6.03 લાખની આવક થશે અને કિશાનપરા ચોક ખાતે ભાડેથી આપતા સાયકલને વેચીને 45 હજારની આવક કરશે
સાગઠિયા સામે મની લોન્ડરિંગની તપાસ ચાલશે
મનપાના પૂર્વ ટીપીઓ અને જેલ હવાલે રહેલા એમ.ડી.સાગઠીયા સામે મની લોન્ડરીંગ એક્ટ હેઠળ તપાસની સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. ભારત સરકારના પ્રવર્તન નિર્દેશાલય (ઇડી) વિભાગ દ્વારા અગ્નિકાંડ બાદ નોંધાયેલા ગુના, એસીબીના કેસ પરથી ધરપકડ કરાયેલા અધિકારી એમ.ડી.સાગઠીયા સામે તપાસ ચાલુ કરવામાં આવશે.
અમૂલ સર્કલથી નેશનલ હાઈવે અને રામવનથી ગરૂડ ગેટ નવો બનશે
વોર્ડ નં. 15માં અમુલ સર્કલથી નેશનલ હાઈવે તથા રામવનના ગરૂડ ગેટથી કોર્પોરેશનની હદ સુધીનો 60,500 ચોરસ મીટરમાં રોડ વિકસાવવા રૂ. 12.51 કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ કરાયું હતું. જેમાં શ્રીજી દેવકોન ઇન્ડિયા દ્વારા 0.45% ઓછા ભાવ અપાતા, રૂ. 14.70 કરોડના ખર્ચે આ કામ આપવામાં આવશે.
આર્ટ ગેલેરીનું ભાડું રૂા.30 હજાર
રેસકોર્સ સંકુલમાં એ.સી. આર્ટ ગેલેરીમાં નવા ભાડા દર નકકી કરવામાં આવ્યા છે. ગેલેરી-એમાં સોમથી શુક્રવાર રૂા. 15 હજાર ડિપોઝીટ અને રૂા. 1પ હજાર ભાડુ, ટીકીટ હોય તો રૂા. ર0-20 હજાર ચાર્જ રહેશે.
ગેલેરી-બીમાં ફી વગર રૂા. 10-10 હજાર અને ટીકીટ સાથે રૂા. 15-15 હજાર ભાડુ નકકી કરાયું છે.