ખાસ-ખબર સંવાદદાતા
મત્સ્યોદ્યોગ સામેના પડકારો તેમજ તેમાં રહેલી શક્યતાઓને ઓળખી ઈંઈઅછ-ઈઈંઋઝ તેમજ સોસાયટી ઓફ ફિશરિઝ ટેક્નોલોજીસ્ટ્સ દ્વારા સ્વચ્છતા એક્શન પ્લાનને અનુલક્ષી હોટલ રેજીન્ટા સેન્ટ્રલ ખાતે ‘વેસ્ટ-ટૂ-વેલ્થ’ વિષય અંતર્ગત રાષ્ટ્રીય સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં મુંબઈ, કેરળ, હૈદરાબાદ, કોચીન વગેરે શહેરોમાંથી આવેલા તજજ્ઞોએ વેરાવળના મત્સ્યોદ્યોગમાંથી ઉત્પન્ન થતાં વેસ્ટ(કચરા)માંથી બેસ્ટ ઉત્પાદનો અંગે તલસ્પર્શી માહિતી આપી હતી.
ચાર તબક્કામાં યોજાયેલા આ સેમિનારમાં ઈંઈઅછ-ઈઈંઋઝ પ્રભારી વૈજ્ઞાનિક ડો.આશિષ કુમાર ઝાએ વેરાવળમાં એક્વાકલ્ચર અને મત્સ્યોદ્યોગના સોલિડ વેસ્ટ, ડોમેસ્ટિક વેસ્ટ, લિક્વિડ વેસ્ટ જેવા વિવિધ કચરાઓ અંગે માહિતી આપી તેનું યોગ્ય યુટિલાઈઝેશન કરવા અંગે સમજણ આપી હતી. તજજ્ઞોએ ઝીંગા, સૂરમાઈ. કરચલા જેવા વિવિધ દરિયાઈ ઉત્પાદનમાંથી પેદા થતા કચરાના વિવિધ સ્ત્રોતોને રિસાયકલ કરી, વેલ્યુ એડિશન કરી અને બ્યૂટી પ્રોડક્ટ્સ, દવાઓ, ખાતર, સ્પ્રે સહિતની વિવિધ પ્રોડક્ટ્સ બનાવી શકાય છે તેવું સમજાવી આ પ્રોડક્ટ કેવી રીતે તૈયાર થાય તે અંગે જણાવી વેસ્ટ પ્રોડક્ટના ઉત્પાદનો અને પર્યાવરણ પર તેની પોઝિટિવ અસરો પર માર્ગદર્શન આપ્યું હતું. નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડીએ દરિયાઈ જીવસૃષ્ટિ પણ પર્યાવરણની મહત્વની કડી હોવાનું જણાવી વધુને વધુ સંવર્ધન થાય તેવો વિચાર રજૂ કર્યો હતો અને વેરાવળના માછીમારો પણ આ પ્રયત્નમાં સહભાગીતા નોંધાવે અને ઉદ્યોગકારો ફિશ યુટિલાઈઝેશનમાં ઝીરો વેસ્ટ તરફ આગળ વધે એવી અપીલ કરી હતી. જઊઅઈં પ્રમુખ જગદિશભાઈ ફોફંડીએ ઝીરો વેસ્ટ મેનેજમેન્ટથી નફો પણ વધારી શકાય છે એવું ઉમેરી વેસ્ટ મેનેજમેન્ટ પરત્વે વધુ કાળજી લેવા જણાવ્યું હતું.