ઓરડીમાંથી લોહીલુહાણ હાલતમાં લાશ મળતા પોલીસે ટ્રસ્ટીની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો
હત્યાનો ભેદ ઉકેલવા પડધરી, LCB, SOG સહિતની ટીમોએ તપાસ હાથ ધરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પડધરી મેમણ જમાતના કબ્રસ્તાનમાં રહેતા મૂક બધીર દાઉદશા અનવરભાઇ શાહમદાર ઉં.43ની કરપીણ હત્યા કરાઈ હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઈ હતી. મૃતક જે ઓરડીમાં રહેતો હતો તેમાંથી તેની લાશ મળી હતી પડધરી પોલીસની જુદી જુદી ટીમો તેમજ એલસીબી એસઓજીની ટીમોએ આરોપીને શોધવા તપાસ હાથ ધરી છે. સ્થળ પરથી એક કુહાડો મળ્યો છે. મૃતક ભિક્ષાવૃત્તિ કરતો હતો મૃતકના કોઈ સગા ન હોવાથી, મેમણ જમાતના ટ્રસ્ટી સબીરહુશેનભાઈ કાદરીએ અજાણ્યા હત્યારા સામે ફરિયાદ નોંધાવી છે.
પડધરી મેમણ જમાત ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા અને પડધરી બસ સ્ટેશન સામે રહેતા સબીરહુશેન અબ્દુલરજાક કાદરી ઉ.70એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આજે શુકવાર હોવાથી અમારા સમાજના ક્રબસ્તાન કે જે પડધરી ડોડી નંદિના કાંઠે આવેલ છે ત્યા મારા દિકરાની કબર હોવાથી તેની કબર પર ફુલ ચડાવવા માટે ગયેલ હતો અને ત્યારે અમારા કબ્રસ્તાનની અંદર ડોડી નદી તરફના ખુણા પર આવેલ નાની સીમેન્ટની બનાવેલ ઓરડી જેવા મકાનમાં છેલ્લા પચીસેક વર્ષથી રહેતા દાઉદશા અનવરભાઇ શાહમદાર ઉં.43 કે જે અમારા આ કબ્રસ્તાનમાં સાફ સફાઇનું કામ કરતો અને દર મહીને અમારા પડધરી મેમણ જમાત દ્વારા તેમને એક હજાર રૂપીયા પગાર આપતા તે અપંગ હતો બોલી શકતો નહીં. સાંભળી શકતો નહીં. તે અંપગ લોકોની સાયકલ આવે તેવી તેની પાસે સાયકલ હતી. તેના પર બેસી પડધરીમાં અલગ-અલગ જગ્યાએ ફરી ભીખ માંગતો હતો. તેના પરીવાર બાબતે એણે મને કે અમારા જમાતને ક્યારેય કોઇ હકીકત જણાવેલ નથી અને પોતે એકલો હોવાનું જણાવેલ. 25 વર્ષમાં આ દાઉદશાહના કોઇ સગા વ્હાલા ક્યારેય આ બાબતે તપાસ કરવા આવેલ નથી. કે, તેમના કોઇ સંબધીએ અમારો સંપર્ક કરેલ નથી. તે દાઉદશા ક્યા છે તે બાબતે ત્યાં કબ્રસ્તાનમાં હાજર લાલા ગોલા વાળાને પુછેલ તો લાલા ગોળા વાળાએ મને કહેલ કે તે ઓરડીમાં સુતેલ હોય તેવુ લાગે છે.
અવાજ કર્યો પણ બહાર આવ્યો નથી. તેમ વાત કરેલ. જેથી મેં કહેલ ભલે સુતો તેમ કહી હું ત્યાથી પડધરી મસ્જિદે શુકવાર હોવાથી આવી ગયેલ. બાદ 12/17 વાગ્યે મકબુલ રફીકભાઇ રીચ્છનો મને ફોન આવેલ અને મને જણાવેલ કે, દાઉદશા સાથે કંઈક બનાવ બની ગયેલ છે. તમે ક્યા છો ? હું તમને લેવા આવું છું. જેથી મેં તેને કહેલ કે, હું પડધરી ખાટકીવાસમાં છું ત્યા આવ. જેથી મકબુલ તેનુ બાઇક લઇને મને તેડી ગયો. કબ્રસ્તાન ખાતે ગયેલ અને આ દાઉદ જે ઓરડીમાં રહેતો હતો તે ઓરડીનો દરવાજો અંદરથી બંધ હાલતમાં હતો. એક સાકળથી અંદરની બાજુ તાળુ મારેલ હતું અને જાળીમાંથી આ દાઉદ લોહી લુહાણ હાલતમા પડેલ જોવામાં આવેલ. જેથી સાકળ ફેરવી તેમા મારેલ તાળુ તોડેલ તો આ દરવાજો અંદરની બાજુ બંધ હતો. જેથી અમોએ પડધરી પોલીસ સ્ટેશને જાણ કરેલ. બાદ પોલીસ તથા મામલતદાર ત્યા આવેલ અને આ દરવાજો જોરથી ખોલતા તેમાં અદર લગાડેલ બારણાની ઉપરની સ્ટોપર તુટી જતા બારણુ ખુલ્લી ગયેલ આ દાઉદશા લોહી લુહાણ હાલતમાં પડેલ અને તેના માથામાં, કાનની ઉપરની બાજુ અને કપાળની ઉપરની બાજુ કોઇ ધારદાર વસ્તુ મારેલ હોય તેવા નીશાનો જોવામાં આવેલ અને તેને કોઇ અજાણ્યા ઇસમે મારી નાખેલ હોવાનું અમોને જણાયેલ હતું. ઓરડીમાં અલગ-અલગ જગ્યાએ લોહીના ડાઘાઓ જોવામાં આવેલ. તેમજ ઓરડીમાં આ દાઉદ પડેલ હતો ત્યા જમીન પર પણ લોહી પડેલ હતું. ત્યા દિવાલની પાસે ઉભી હાલતમાં પડેલ ખાટલામાં એક લાકડાના હાથા વાળો કુવાડો ઉભો રાખેલ હાલતમાં હતો અને તેમા લોખડના ધાર બાજુ થોડૂ લોહી જેવુ આછુ દેખાતુ હતુ બાદ પોલીસ આ દાઉદની લાશને પી.એમ. કરવા માટે લઇ ગયેલ હતા. સબીરહુશેન અબ્દુલરજાક કાદરીએ વધુમાં જણાવેલ કે, કોઇ અજાણ્યા ઇસમ અમારા સુન્ની મુસ્લીમ જમાતના કબ્રસ્તાનની અંદર આવેલ ઓરડીમા પ્રવેશ કરી તે ઓરડીમા રહેતા દાઉદશા અનવરભાઇ શાહમદાર ઉ.વ.43નું કોઇ ધારદાર હથીયાર વડે કે ત્યા ઓરડીમા પડેલ કુહાડા વડે માથામા મારી તેંનુ મોત નીપજાવી નાસી ગયેલ છે પડધરી પોલીસે ગુનો દાખલ કર્યો છે અને પડધરી પોલીસની જુદી જુદી ટીમો તેમજ એલસીબી એસઓજીની ટીમોએ આરોપીને શોધવા તપાસ હાથ ધરી છે.