પ્રાથમિક તપાસમાં કોઈ સ્ત્રી અંગે માથાકૂટ થઈ હોવાનું અનુમાન, પોલીસે તપાસ હાથ ધરી
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના મેરુપર ગામની સીમમાં આવેલ વાડીમાં ઝુંપડી બનાવીને રહેતા દેવજીભાઈ રવલાભાઈ ચૌહાણ નામના આધેડની આજે વહેલી સવારે પથ્થરના ઘા ઝીંકીને હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી જેથી આ ઘટના અંગે વાડીમાલિક દ્વારા હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબ્જો મેળવી લાશને પીએમ અર્થે હળવદ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.
- Advertisement -
આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા પથ્થરના ઘા ઝીંકીને આધેડની હત્યા કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે જોકે હત્યાનું કારણ અને કોણે હત્યા કરી તે અંગે કોઈ સત્તાવાર વિગતો સામે આવી નથી પરંતુ આ હત્યા પાછળ કોઈ સ્ત્રી અંગે માથાકૂટ થઈ હોવાનું પ્રાથમિક તારણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.