સાંસદ- ધારાસભ્યોએ લોકોના પ્રશ્ર્નો રજૂ કર્યા: સમગ્ર રાજકોટ જિલ્લાની સરકારી કામગીરીનો ચિતાર મેળવતા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે દેશની અખંડિતતાના શપથ લેવાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરે સમગ્ર રાજકોટ જિલ્લાની સરકારી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો.
આ બેઠકમાં સાંસદ રામભાઈ મોકરીયાએ ખેતીની જમીન રી-સર્વે અંગે વાંધા અરજી, એઇમ્સ હોસ્પિટલમાં સાધનોનો ઉપયોગ, સિવિલ હોસ્પિટલમાં દવાનો સ્ટોક, મૌવૈયા ચોક પાસે બસ સ્ટોપ આપવા સહિતના પ્રશ્ર્નો સંદર્ભે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર બામણબોર ટોલનાકા પાસે રસ્તાનું મરામત, ન્યૂ રિંગ રોડ પર જામનગર રોડથી કોરાટ ચોક સુધી રસ્તાનું કામ સમયમર્યાદામાં કરવું સહિત બાબતોની રજૂઆત કરી હતી, જે માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમજ ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે વોટ્સન મ્યુઝિયમ રી-ડેવલપમેન્ટ, માધાપર ચોક પાસે અને ભાવનગર હાઈવે પર વરસાદી ખાડા વિષયક જરૂરી પગલાં લેવા આદેશ આપ્યો હતો.