ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સૂચનાને પગલે એલસીબી ટીમ ફરાર આરોપીઓને પકડવા પેટ્રોલિંગમાં હતી તે દરમિયન એલસીબીએ બાતમી મળી હતી કે, રેતીચોરી કરી ખાણખનીજ વિભાગના કર્મચારીને જાનથી પતાવી દેવાની ધમકી આપવાના હળવદ પોલીસ મથકના ગુન્હામાં છેલ્લા 13 ફરાર મૂળ મધ્યપ્રદેશ અને હાલમાં રાજકોટના ગૌરીદળ નજીક ઝૂંપડામાં રહેતો આરોપી રાજુભાઇ મંગેલીયા બબેરીયા પીપળીયા ચાર રસ્તા ખાતે આવવાનો છે જે ચોક્કસ બાતમીના આધારે એલસીબી ટીમે પીપળીયા ચાર રસ્તા ખાતે વોચ ગોઠવી હતી અને જેવો આરોપી રાજુ મંગલીયા બબેરિયા બાતમી વાળી જગ્યાએ આવ્યો કે તુરંત તેને પકડી લેવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવ્યો હતો.
હળવદમાં રેતીચોરી કરી અધિકારીને મારી નાખવાની ધમકી આપનાર શખ્સ ઝડપાયો
