ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શાપરમાંથી ગેરકાયદેસર પીસ્ટલ સાથે શખ્સને શાપર પોલીસે દબોચી લઈ પૂછતાછ કરતા શોખ માટે હથીયાર રાખતો હોવાની કબૂલાત આપતા પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ જિલ્લામાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા મળેલી સૂચના અન્વયે શાપર પોલીસ મથકના પીઆઇ આર.બી..રાણાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ ખાટરીયા, કોન્સ્ટેબલ દિવ્યેશ શામળા સહિતના સ્ટાફને બાતમી મળી હતી કે શાપર ગામમાં આશ્રય સોસાયટી પાસે એક શખ્સ ગેરકાયદે સરહથીયાર રાખી આટા ફેરા કરી રહ્યો છે આ ચોક્કસ બાતમી આધારે સ્ટાફે દરોડો પાડી શખ્સને સકંજામાં લઈ નામ પુછતા પોતે મૂળ લીંબડીનો હાલ શાપરના વેરાવળ ગામે બુદ્ધનગરમાં રહેતો આકાશ ત્રીકમ સોલંકી ઉ.24 હોવાનુ જણાવ્યું હતું પોલીસે અંગજડતી લેતાં પેન્ટના ખીસ્સામાંથી એક દેશી બનાવટની પીસ્ટલ મળી આવી હતી જેથી પોલીસે 10 હજારનું હથિયાર કબ્જે કરી પૂછતાછ કરતા પોતે શોખ માટે હથિયાર રાખતો હોવાની કબૂલાત આપી હતી હથીયાર ક્યાંથી લાવ્યો અને કોઈ ગુનાને અંજામ આપવાનો હતો કે કેમ તે જાણવા પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.