દક્ષિણ આફ્રિકામાં એક ભયાનક કરુણાંતિકા સર્જાયાના અહેવાલ છે. અહીં પરિવહન વિભાગે જણાવ્યું હતું કે લિમ્પોપોના ઉત્તર પ્રાંતમાં મમતલાકાલા નજીક એક ભીષણ બસ અકસ્માતમાં 45 લોકોને કાળ ભરખી ગયો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હોવાની પણ માહિતી છે.
ઘટના અંગે જણાવતા પરિવહન વિભાગે જણાવ્યું હતું કે બસ ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બસ એક બ્રિજ પર લગાવેલા બેરિયર્સ સાથે ધડાકાભેર ભટકાઈ અને પછી પલટી ગઈ હતી. જેના પછી તેમાં આગ લાગી ગઈ હતી.
- Advertisement -
દુર્ઘટનાસ્થળે ભયાવહ દૃશ્યો સર્જાયા
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પેસેન્જર બસ દક્ષિણ આફ્રિકાના લેન્ડલોક દેશ બોત્સ્વાનાથી લોકોને લિમ્પોપોના મોરિયા શહેર તરફ લઈ જઈ રહી હતી. લિમ્પોપોના પરિવહન વિભાગે એક અલગ નિવેદનમાં જણાવ્યું હતું કે ગુરુવારે મોડી સાંજે બચાવ કામગીરી ચાલુ રખાઈ હતી, કારણ કે મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બની ગયું હતું. ઘટનાસ્થળે ભયાવહ દૃશ્ય જોવા મળી રહ્યા છે.