ડીજીસીએની કાર્યવાહી: ઈન્ડીગોના બે પાયલોટોને ડયુટી પરથી હટાવી દેવાયા
કોલકાતા એરપોર્ટ પર ગઈકાલે એક મોટો વિમાન અકસ્માત ટળી ગયો હતો રનવે પર પસાર થતી વખતે ઈન્ડીગોનું એક વિમાન અને એર ઈન્ડીયા એકસપ્રેસનું વિમાન એકબીજાના સંપર્કમાં આવી ગયા હતા.
- Advertisement -
DGCA orders investigation after IndiGo plane hits stationary AI Express plane at Kolkata Airport
Read @ANI Story | https://t.co/hoQf0xS7HO#DGCA #IndiGo #KolkataAirport pic.twitter.com/QJMOX3gVD3
— ANI Digital (@ani_digital) March 28, 2024
- Advertisement -
એર ઈન્ડીયા એકસપ્રેસ વિમાન કોલકાતાથી ચેન્નાઈ તરફ જવા તૈયાર થઈ રહ્યું હતું આ મામલે વિમાનન નિયામક નાગરીક ઉડ્ડયન મહા નિર્દેશાલયે ડીજીસીએએ કાર્યવાહી કરીને ઈન્ડીગોનાં પાયલોટોને રોસ્ટરમાંથી હટાવવાનો આદેશ આપ્યો છે.
આ સાથે જ વિસ્તૃત તપાસનો પણ હુકમ આપ્યો છે. આ ઘટનાને કારણે ઈન્ડીગોનાં વિમાનની ઉડાનમાં મોડુ થયુ હતું. ઈન્ડીગોનાં વિમાનમાં ચાર બાળકો સહીત 135 યાત્રીઓ સવાર હતા એર લાઈને કહ્યું હતું કે અમારૂ વિમાન ચેન્નાઈ જવા માટે રનવેમાં પ્રવેશની રાહ જોઈ રહ્યું હતું તે દરમ્યાન આ ઘટના બની હતી. ઈન્ડીગોના બન્ને પાયલોટોને ડયુટીથી હટાવી દેવાયા છે.