રક્તદાન જ મહાદાનની ઉક્તિને સાર્થક કરતા અમિત રાઠોડ (MM) દ્વારા સેવાકાર્ય
થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્ત એકત્રિત કરાશે : સાંજે 4થી 12 વાગ્યા સુધી લોકો રક્ત આપી શકશે
દર વર્ષે શ્રાવણ માસ અને મહાશિવરાત્રીએ રક્તદાન કેમ્પ યોજાય છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં થેલેસેયાગ્રસ્ત બાળકો માટે 15માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 4 ઓગસ્ટના રોજ પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સાંજે 4થી રાત્રે 12 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે. આ રક્તદાન કેમ્પમાં જે રક્ત એકત્રિત થશે તે થેલિસિમિયાના બાળદર્દીને આપવામાં આવશે. વિવિધ બ્લડ બેન્ક તથા થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અપાતી હોસ્પિટલ તથા સંસ્થાઓ સાથે સંકલન સાધવામાં આવ્યું છે. રક્તદાન જ મહાદાનની ઉક્તિને સાર્થક કરતા રામનાથદાદાના ભક્ત અમિત રાઠોડ (ખખ) રક્તદાન કેમ્પનું આયોજન કરી રહ્યા છે. દર વર્ષે શ્રાવણ માસના સોમવારે અને મહાશિવરાત્રીએ રક્તદાન કેમ્પ કરી સમાજસેવા કરી રહ્યા છે. થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિઓને સ્વસ્થ જીવન માટે અવારનવાર લોહી બદલવાની જરૂર રહેતી હોય છે. રામનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા દર શ્રાવણ માસમાં રક્તદાન કેમ્પ કરવામાં આવે છે. માનવ ઉપયોગી આ સેવામાં લોકોએ મોટી સંખ્યામા જોડાવા અને રક્તદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
અમિત રાઠોડ દ્વારા છેલ્લા 20 વર્ષથી ચાલતી અનોખી સેવા
સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક છે. 550 વર્ષથી વધુ જૂનું આ સ્વયંભૂ મંદિર શ્રાવણ માસ તો ઠીક પરંતુ રોજબરોજ લોકો દર્શનાર્થે આવતા હોય છે આ લોકોને અસુવિધા ન થાય તે માટે અમિત રાઠોડ છેલ્લા 20 વર્ષથી અનોખી સેવા કરે છે ટ્રાફિક ન થાય તે માટે વ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા, મંદિરમાં લગાવવામાં આવતી લાઈટિંગ, ડેકોરેશન, ચપ્પલ ઉતારવા માટેની વ્યવસ્થાનું આયોજન કરે છે. અમિત રાઠોડ દ્વારા કરવામાં આવતી નિ:સ્વાર્થ ભાવની સેવાને લોકોએ સરાહના કરી છે.