ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢના સક્કરબાગ ઝુમાં સવા બે વર્ષ પછી સફેદ વાઘની જોડીનું આગામન થયુ છે. 26 ડિસેમ્બર ગુરૂવારથી પ્રવાસીઓ તેને જોઇ શકશે. આ અંગે સકકરબાગ પ્રાણી સંગ્રહાલયના નિયામક અક્ષય જોષીએ જણાવ્યુ હતુ કે, ભારત સરકારના સેન્ટ્રલ ઝુ ઓથોરિટી દ્વારા એનિમલ એક્ષચેન્જ પ્રોગ્રામ ચાલે છે જે અંતર્ગત જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય અને રાજકોટના પ્રદ્યુમન પાર્ક વચ્ચે ભારત સરકારના સેન્ટ્રલ ઝુ ઓથોરિટીની મંજૂરીથી એનીમલ એકજેન્જ પ્રોગ્રામ નકકી કરાયો હતો.
આમાં જુનાગઢના સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 1 જોડી સિંહને રાજકોટન પ્રદ્યુમન પાર્કને મોકલવામાં આવ્યા છે. જેના બદલામાં રાજકોટથી 1 જોડી સફેદ વાઘને જૂનાગઢના સકકબાગ ઝુમાં લાવવામાં આવ્યા છે. દરમિયાન સેન્ટ્રલ ઝુ ઓથોરિટીની ગાઇડ લાઇન મુજબ સફેદ વાઘની જોડીને ર1 દિવસ સુધી કવોરન્ટાઇન ફેસેલીટીમાં રાખવામાં આવ્યા હતા હવે કવોરન્ટાઇન સમય પૂરો થતા વાઘની જોડીને જંગલ સફારી રૂટમાં મુકવમાાં આવ્યા છે. સકકરબાગમાં રજાહોય ગુરૂવારથી પ્રવાસીઓ સકકરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીને જોઇ શકશે. જૂનાગઢ સકકરબાગ ઝુમાં સવાર બે વર્ષ પહેલા છેલ્લા વાઘનું મોથ થયુ હતુ. આમ, સવા બે વર્ષ પછી પ્રવાસીઓ વાઘને નિહાળી શકશે.
જૂનાગઢ ઝૂનું સિંહ કપલ રાજકોટ ઝૂનું અને રાજકોટ ઝૂનું સફેદ વાઘનું કપલ સક્કરબાગનું મહેનામ બન્યું



