શૌચ ક્રિયા જતા સમયે સિંહે હુમલો કર્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
જૂનાગઢ અને ગીર સોમનાથ સહીત ગીર બોર્ડરના ગામોમાં સિંહ અને દીપડાના હુમલાના બનાવો સામે આવ્યા છે ત્યારે વધુ એક બનાવ પાદરીયા ગામે એક યુવક પર સિંહે હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવાનને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને વનવિભાગ દોડતું થયું હતું.
- Advertisement -
જૂનાગઢ તાલુકા પાદરીયા ગામે યુવાન પર આજે સવારના સમયે સિંહે હુમલો કરતા ઇજા પામેલ યુવાનને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ સિંહ હુમલાની વિગત પ્રમાણે આજ સવારે મકાનના ચણતરનું કામ કરનાર કારીગર ભોજાભાઈ નારોલા પર સિંહે કર્યો હુમલો કર્યો હતો જયારે ભોજાભાઈ શૌચક્રિયા માટે જઈ રહેલ હતા ત્યારે સિંહે હુમલો કર્યો હતો ત્યારે સિંહના હુમલામાં મકાનના ચણતરનું કામ કરનાર કારીગર ભોજાભાઈ નામની વ્યક્તીને પગના ભાગે ઇજા પહોંચી હતી અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સ્થાકિન ગ્રામજનોએ વન વિભાગને આ બનાવની જાણ કરતા વન વિભાગ દોડતું થયું હતું અને હુમલાનું કારણ શું અને સિંહે શુકામ હુમલો કર્યો તેની તપાસ શરુ કરી હતી.