વનવિભાગે અલગ-અલગ જગ્યાએ બે પાંજરા ગોઠવ્યા હતા, એનિમલ કેર સેન્ટરમાં ખસેડાઇ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
- Advertisement -
તાલાલા તાલુકાના સેમરવાવ ગામે વાડી વિસ્તારમાં ઘરની બહાર રમતી સાત વર્ષની બાળકી જીયાને જંગલમાંથી આવી ચડેલ હિંસક દીપડીએ ગળા તથા માથાના ભાગે ગંભીર ઇજા કરતા બાળાનું મૃત્યુ થયુ હતુ. આ બનાવ અંગે તાલાલા વન વિભાગે દીપડીને પકડવા અલગ-અલગ જગ્યાએ બે પાંજરા ગોઠવ્યા હતા જેમાં તાલાલા આરએફઓ કે.એન.ખેર તથા સ્ટાફે સતત અવિરત પેટ્રોલીંગ કરી માનવભક્ષી બનેલ દિપડીને બનાવના સ્થળેથી પાંજરે પુરી હતી.
પકડાયેલા હિંસક દીપડીને માળીયા (હાટીના) તાલુકાના સીમાર ગામે એનીમલ કેર સેન્ટરમાં સારવાર માટે મોકલી આપવામાં આવી છે. પકડોલ દીપડી તથા દીપડાની ઉંમર અંદાજે પાંચથી નવ વર્ષ હોવાનું વનવિભાગે જણાવ્યુ હતુ. અવિરત પેટ્રોલીંગ સાથે સઘન કામગીરી હાથ ધરી એક રાતમાં હિંસક દીપડી તથા દીપડાને વન વિભાગે પકડી પાડતા સેમરવાવ ગામ તથા વાડી વિસ્તારના રહીશોએ રાહત અનુભવી હતી.