પંકજ રાવલે પોતાના પર ફાયરિંગ થયા હોવાના પત્રકાર પર કર્યા આક્ષેપો
પોલીસને કોઈ ફૂટેલી હાલતમાં કાર્ટિસ મળી ન હોવાનું સામે આવ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પંકજ રાવલ પર એક જાણીતા પત્રકારે ફાયરિંગ કર્યાનો ખોટો આક્ષેપ મુકતા ચકચાર મચી ગઈ છે. ગઈકાલે સાંજે માધાપર ચોકડી નજીક વિનાયક વાટિકા પાસે બ્રહ્મ સમાજના બની બેઠેલા આગેવાન પંકજ રાવલે એક પ્રતિષ્ઠિત પત્રકાર વિરુદ્ધ ખોટા આક્ષેપો કર્યા કે, મારી પર ફાયરિંગ થયું છે. પંકજ રાવલે પોતાના પર ફાયરિંગ થયાનું પોલીસને કહી ગુમરાહ કર્યાનું સામે આવ્યું છે. જાણીતા પત્રકારને ખોટી રીતે ફીટ કરવા માટે પંકજ રાવલે એક ષડયંત્ર રચ્યું હતું. પંકજ રાવલની જો વાત કરીએ તો તે જમીન-મકાન અને ફાયનાન્સના ધંધા સાથે સંકળાયેલા છે. પત્રકાર વિરુદ્ધ કોઈ અંગત અદાવત રાખી તેના વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી હતી. સાંજના સમયે 7 વાગ્યા આસપાસ પત્રકાર કાર નંબર પ્લેટ વગરની કાળા કાચ વાળી લઈને આવ્યા હતા અને પંકજભાઈ સાથે બોલાચાલી કરી હતી અને હવામાં ફાયરિંગ કર્યું હતું. જેથી ઈજાગ્રસ્ત હાલતમાં પંકજભાઈને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આવી રીતે ખોટી કહાની ઉભી કરીને પંકજ રાવલે જાણીતા પત્રકાર વિરુદ્ધ ફરિયાદ કરી બદનામ કરવાની કોશિશ કરી હતી. પંકજ રાવલ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચતા સાથે તેમના ભાઈ દ્વારા ફાયરિંગ થયા હોવાનું જણાવતા જ ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીઓ સાથે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, જઘૠ તેમજ યુનિવર્સીટી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આસપાસના લોકોની પુછપરછ કરી સીસીટીવી ફૂટેજ છે કે કેમ સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે જો કે આ દરમિયાન પોલીસને કોઈ ફૂટેલી હાલતમાં કાર્ટિસ મળી આવ્યું ન હતું.