રાજન, તમે આ ઐશ્ર્વર્ય ભોગવ્યાં પછી નરકમાં જવાના છો એટલે તેમણે તમને જીવી લો કહ્યું,
હું હજુ શરીરના બંધનથી મુક્ત થયો નથી એટલે મારો મોક્ષ્ થયો નથી, એ વાસ્તે તેણે મને મરો કહ્યું
હું હજુ શરીરના બંધનથી મુક્ત થયો નથી એટલે મારો મોક્ષ્ થયો નથી, એ વાસ્તે તેણે મને મરો કહ્યું
-નરેશ શાહ
શ્રેણિક મહારાજાના રાજગૃહના પવિત્ર ઉપવનમાં આજે નાનકડી ધર્મસભા ભરાઈ હતી. ભગવાન મહાવીરની ઉપસ્થિતિથી વાતાવરણ વધુ દિવ્ય બની ગયું હતું. તેમની આસપાસના વિશિષ્ઠ આસનો ઉપર રાજ દરબારના ગૂણીજનો બિરાજમાન હતા. તરત નજરે ચડતી વ્યક્તિ હતા મહામંત્રી અભયકુમાર. દરબારીઓ સહીત નગરના અનેક પ્રજાજનો તીર્થંકર મહાવીરની ઉપદેશવાણી અને ધર્મઆદેશ સાંભળવા એકઠા થયા હતા ત્યારે જ નગરજનોમાં સામેલ થયેલાં એક વૃદ્ઘ મહારાજા શ્રેણિકનો સામે જોઈને બોલ્યાં : સમ્રાટ, તમે જીવતાં રહો. બધા સ્તબ્ધ. પરંતુ એ ખખડેલ વૃધ્ધે તો હજુ શરૂઆત કરી હતી. તેમણે તીર્થંકર મહાવીર સામે હાથ જોડીને કહ્યું : તમે મરી જાવ
ર0ર1ની સાલ હોત તો લોકોએ એ વૃધ્ધનું માથું ભાંગી નાખ્યું હોત પણ એ મહાવીર-કાળ હતો. મહાવીર જેવા પુણ્યાત્માની ઉપસ્થિતિમાં કોઈ અવિવેક કેમ થાય ? તમામ લોકો સમસમીને એ વૃધ્ધને જોઈ રહ્યા હતા. વૃધ્ધે મહામંત્રી અભયકુમાર તરફ જોઈને કહ્યું : મહામંત્રી તમે ઈચ્છો તો જીવો, ઈચ્છો તો મરો
હવે હદ થઈ ગઈ હતી. જો કે જાણે કામ પુરું થયું હોય તેમ સભામાંથી નીકળતાં વૃધ્ધે એક ગરીબ ક્સાઈ જેવી વ્યક્તિની તરફ જોયું અને બોલ્યાં : તમો જીવો પણ નહીં, મરો પણ નહીં
- Advertisement -
એ વૃધ્ધ સભામાંથી બહાર જઈ રહ્યા હતા ત્યારે પ્રજાજનો એ વૃધ્ધને ચસકેલ સ્વભાવનો ગણાવા લાગ્યા તો કોઈએ મહારાજા શ્રેણિક તરફ જોઈને ગુસ્સો વ્યક્ત ર્ક્યો : આ બુઢૃાની ધરપકડ કરીને સજા કરો… રાજા શ્રેણિકે તીર્થંકર મહાવીર સમક્ષ્ા નજર કરી. તેમના ચહેરા પર પરમ શાંતિ હતી, પરમ સત્ય પામી ગયા હોય તેવી શાંતિ. મહારાજાએ પૂરા આદરથી મહાવીરને વૃધ્ધના શબ્દોનો ગૂઢાર્થ સમજાવવા કહ્યું ત્યારે તીર્થંકરે સમજાવ્યું કે, એ વૃધ્ધ નહોતા. દેવ હતા અને તેમના શબ્દો બક્વાશ નહોતાં, પણ તેમાં જીવનનું સત્ય હતું. રાજન, તમે આ ઐશ્ર્વર્ય ભોગવ્યાં પછી નરકમાં જવાના છો એટલે તેમણે તમને જીવી લો કહ્યું. હું હજુ શરીરના બંધનથી મુક્ત થયો નથી એટલે મારો મોક્ષ્ા થયો નથી. એ વાસ્તે તેણે મને મરો કહ્યું. મહામંત્રી અભયકુમાર ઈમાનદારીથી, તમારી સુચનાનો અને સુશાસનનો અમલ કરાવી રહ્યાં છે એટલે તેમને અહીં પણ સ્વર્ગ છે, ઉપર પણ તેમને સ્વર્ગ મળવાનું છે. આ કારણે અભયકુમારને તેમણે ઈચ્છો તો જીવો, ઈચ્છો તો મરો કહ્યું…
પણ પેલી વ્યક્તિને તો તેમણે કહ્યું કે જીવો પણ નહીં અને મરો પણ નહીં, આવું કેમ કહ્યું ?
કારણકે એ ગરીબ છે અને ક્સાઈ તેનું કર્મ છે. એ અહીં પણ નર્કને જીવી રહ્યો છે અને મૃત્યુ પછી પણ તેને નર્ક જ મળવાનું છે એટલે તેને જીવવા-મરવાથી કોઈ ફરક પડવાનો નથી તીર્થંકર મહાવીરે પેલાં વૃધ્ધના વેશમાં આવેલાં દેવની વાણીને એનાલાઈઝ કરી ત્યારે આખી ધર્મસભા ચક્તિ થઈ ગઈ. બધા વિચારવા માંડયા કે પેલાં વૃધ્ધ આપણી સામે જોઈને શું બોલ્યાં હોત ?
- Advertisement -
આ બોધકથા જેવી લાગતી જૈન કથા છે. જૈનધર્મ, તેની ફિલસૂફી તેમજ આચારવિચારોએ આખી પૃથ્વીને કોઈકને કોઈક રીતે પ્રભાવિત કરી છે, કારણકે તેની ધરોહર હજારો વરસ જૂની પણ જાનદાર છે. આપણા વેદોમાં જૈન તીર્થંકરોના ઉલ્લેખ છે. ડૉ. રાધાકૃષ્ણને ઈન્ડિયન ફિલોસોફી (વોલ્યુમ : એક, પાનું: ર87) માં લખ્યું છે કે જૈન પરંપરાનો – જૈન ધર્મનો ઉદય ૠષભદેવથી થયો હોવાનો ઉલ્લેખ મળે છે. ઈસવીસન પૂર્વેની પ્રથમ શતાબ્દીમાં જૈનોના પ્રથમ તીર્થંકર ૠષભદેવની પૂજા થતી હોવાના પ્રમાણો મળ્યાં છે (આજે ચોવીસમા તિર્થંકર મહાવીર સ્વામીની જન્મજયંતિ છે ) જૈન ધર્મની વિશિષ્ઠતાઓ, વૈજ્ઞાનિક અભિગમ અને તેની યુનિવર્સલ વેલ્યૂ વિશે તો અવારનવાર અઢળક લખાતું રહ્યું છે પણ જૈનકથાઓએ તીર્થંકરોના આદેશ, ઉપદેશ અને આદર્શ વિચારોના પ્રસાર-પ્રચાર થકી આખી દુનિયાને અનેક રીતે પ્રભાવિત કરી છે. જૈન-આગમોમાં મહારાજ શ્રેણિકના પુત્ર અભયકુમારની બુદ્ઘિચાતુરીથી જે કથાઓ છે તે હરિયાણામાં લોક્સાહિત્યમાં અલગ નામથી પ્રસિદ્ઘ છે. જૈમિની સ્ટૂડિયોએ તેના પરથી એક ફિલ્મ પણ બનાવી હતી. ઈતિહાસના પ્રોફેસર ડૉ. ઓ. પી. જાયસ્વાલનો અભ્યાસ તો એવું કહે છે કે જૈન કથાઓના બોધ તેમજ દાર્શનિક તત્વ એટલા ચોટદાર રહ્યાં છે કે ભારતની બહાર આરબ, ચીન, લંકા, યુરોપ સુધી મૂળરૂપે અથવા તો બદલાયેલાં સ્વરૂપે પહોંચી ગઈ છે. ચોખાના પાંચ દાણાવાળી જૈન કથા થોડા અલગ સ્વરૂપે બાઈબલમાં વાંચવા મળે છે તો આશ્ર્ચર્ય ભલે થાય, પણ અલિફ લૈલાની વાર્તાઓનો મૂળ આધાર પણ જૈન કથાઓ જ રહી છે. અસિફ લૈલામાં એક યુવતી બાદશાહની મલ્લિકા બનીને રોજ એક વાર્તા કહે છે અને એ રીતે પોતાનો જીવ બચાવે છે. જૈન કથામાં કનકમંજરી આ રીતે વાર્તા કહીને પોતાના પતિ-રાજાને છ મહીના સુધી પોતાની પાસે રોકી રાખે છે અને યુદ્ઘને ટાળે છે…
આ લેખની શરૂઆતમાં તમે વાંચી એ પણ એક જૈન કથા જ છે. ધ્રુવકુમારના હિન્દી પુસ્તક જૈનધમ કી કહાનિયાં માં આવી અનેક કથા છે. કથાઓમાં લોકોને આકર્ષવાનું લોહચુંબક હોય છે અને તેના ટવિટ તેમજ અંતમાં એક આવતી ચોટ. જે સામાન્ય વ્યક્તિને પણ સરળતાથી બોધ પાસઓન કરી આપે છે.
ગમે કે ન ગમે, પણ જૈન કથા હોય કે બોધ કથા, એ કોઈપણ સાધુ-સાધ્વી, બાપુ, બાબા, જોગી, જતિ, મુનિ, પ્રિસ્ટ, મૌલવી, મૌલાના કરતાં વધુ અસરદાર રીતે લોકોને સત્યપ્રેમી, સૌમ્ય અને સાત્વિક બનાવી શક્તી હોય છે. ખાત્રી ન થતી હોય તો મહાવીર સ્વામીની જૈન કથા ફરી વાંચી જાવ. નવા નવા સૂચિતાર્થો તમને પણ મળશે