બે વર્ષ પછી આવતી રજનીકાંતની ફિલ્મનો ક્રેઝ
બેંગ્લુરુ અને ચેન્નઈની અનેક ઓફિસોએ ફિલ્મની બલ્ક ટિકિટો પણ ખરીદીને વહેંચી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સાઉથમાં દરેક મોટા સ્ટાર્સની ફિલ્મ માટે જબ્બર ઉન્માદ જોવા મળે છે. આ અંધાધૂંધ લોકપ્રિયતા અને ઉન્માદના પુરાવા રુપે રજનીકાંતની આગામી ફિલ્મ ’જેલર’ની રીલીઝના દિવસે ચેન્નઈ અને બેંગ્લુરુની અનેક ખાનગી ઓફિસોએ રજા જાહેર કરી દીધી છે. રજનીકાંતની ફિલ્મ બે વર્ષ પછી આવી રહી છે. તેના કારણે સાઉથમાં તેના માટે ભારે ક્રેઝ જામ્યો છે. બેંગ્લુરુ અને ચેન્નઈની ઓફિસોએ રજા આપવાની સાથે સાથે બલ્કમાં ટિકિટો ખરીદી લઈ કર્મચારીઓને વિતરીત પણ કરી છે. મૂળ ે આ ફિલ્મ તમિલ ભાષાની છે.જેને હિંદી, તેલુગુ, મલયાલમ અન ેકન્ન્ડ ભાષામાં રીલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં જેકી શ્રોફ અને તમન્ના ભાટિયા પણ કામ કરી રહ્યા છે. સાઉથના ટ્રેડ વર્તુળોએ જણાવ્યું હતું કે અહીં મોટાભાગે રાજ્ય સરકાર જ ટિકિટ્સના ભાવ નક્કી કરે છે અને થિયેટરો તેનાથી વધુ રકમની ટિકિટ વેચી શકતા નથી. જોકે, ઠેર ઠેર રજનીકાંતની ફન કલબ્સ ચાલે છે. તેઓ ટિકિટ્સ હોલસેલમાં ખરીદી લે છે અને પછી રજનીકાંતના અઠંગ ચાહકોને મોં માગ્યા ભાવે વેચે છે.